________________
योगसारः ५/७ द्विविधं मौनम् ।
४६१ कष्टेनाऽतिक्रामन्ति । अन्येऽपि दुःखिनः प्रभूतं कष्टं सहन्ते । इत्थं प्रभूतकष्टसहनेनाऽपि तेषां न कोऽपि लाभः । यतस्ते कष्टसहनसमये दुश्चिन्तनेनाऽशुभकर्माण्येव बध्नन्ति । मोक्षाभिलाषिणा साधकेन बन्धादिदुःखिनां कष्टं दृष्ट्वा मनः स्थिरीकर्तव्यम् । कर्मनियोगिना स भवचारके क्षिप्तः । स तं नानोपायैः पीडयति । तेन सर्वं सम्यक्सोढव्यम् । तेन जनपरिचयस्त्यक्तव्यः । तेनैकान्तवासे स्थातव्यम् । सर्वजनमध्ये तिष्ठन्नपि स यदि कुत्रचिदपि सङ्गं न करोति तर्हि स तस्यैकान्तवास एव । इत्थं तेन निस्सङ्गेन भूत्वा दुःखानि सोढव्यानि । तेन सदा मौनमवलम्बनीयम् । मौनं द्विविधम्, तद्यथा द्रव्यमौनं भावमौनञ्च । द्रव्यमौनं वागनुच्चाररूपम् । भावमौनं पुद्गलेषु योगानामप्रवृत्तिः । यदुक्तं ज्ञानसारे मौनाष्टके - 'सुलभं वागनुच्चारं, मौनमेकेन्द्रियेष्वपि । पुद्गलेष्वप्रवृत्तिस्तु, योगानां मौनमुत्तमम् ॥१३/७॥' साधकेन द्विविधमपि मौनं धर्त्तव्यम् । प्रतिकूलतासु तेन कदाचिदपि वचसाऽऽक्रोशो न कर्त्तव्यः । तेन कदाचिदपि प्रतिकूलतानां प्रतिकारो न कर्त्तव्यः । तेन मनोवाक्कायाः पुद्गलेषु न प्रवर्तनीयाः, परन्तु तेभ्यो निवर्तनीयाः । इत्थं निःसङ्गतामौनाभ्यां साधकेन मनसो निरोधः कर्त्तव्यः । मनः पुद्गलेषु भावेषु च रागद्वेषौ करोति । निस्सङ्गतारूपैकान्तवासेन तस्य निरोधो भवति । मनः सततं
કષ્ટપૂર્વક પસાર થાય છે. બીજા પણ દુઃખીઓ ઘણું દુઃખ સહન કરે છે. આમ ઘણું કષ્ટ સહેવાથી પણ તેમને કોઈ લાભ થતો નથી, કેમકે તેઓ કષ્ટ સહન કરતી વખતે ખરાબ વિચાર કરીને અશુભ કર્મો જ બાંધે છે. મોક્ષના અભિલાષી એવા સાધકે અપરાધી વગેરેનું દુ:ખ જોઈને મન સ્થિર કરવું. કર્મરૂપી અમલદારે તેને સંસારરૂપી કેદખાનામાં નાંખ્યો છે. તે તેને વિવિધ ઉપાયોથી પીડે છે. તેણે બધું બરાબર સહન કરવું. તેણે લોકોનો પરિચય છોડવો. તેણે એકાંતમાં રહેવું. બધા લોકોની વચ્ચે રહેવા છતાં પણ તે જો ક્યાંય પણ સંગ ન કરે તો તે તેના માટે એકાંતવાસ જ છે. આમ તેણે નિઃસંગ થઈને દુઃખો સહેવા. તેણે હંમેશા મૌન રહેવું. મૌન બે પ્રકારનું છે. તે આ પ્રમાણે – દ્રવ્યમીન અને ભાવમૌન. બોલવું નહીં તે દ્રવ્યમૌન છે. પુદ્ગલોમાં મન-વચન-કાયારૂપી યોગોની પ્રવૃત્તિ ન કરવી, એ ભાવમૌન છે. જ્ઞાનસારમાં મૌનાષ્ટકમાં કહ્યું છે – “વાણીને નહીં ઉચ્ચારવારૂપ મૌન એકેન્દ્રિયોમાં પણ સહેલાઈથી થઈ શકે છે. પુદ્ગલોમાં યોગોની પ્રવૃત્તિ ન કરવી, એ ઉત્તમ મૌન છે. (૧૩/૭) સાધકે બન્ને પ્રકારનું મૌન ધારણ કરવું. પ્રતિકૂળતાઓમાં તેણે ક્યારેય પણ વાણીથી આક્રોશ ન કરવો. તેણે ક્યારેય પણ પ્રતિકૂળતાઓનો પ્રતિકાર ન કરવો. તેણે મન-વચન-કાયા પુદ્ગલોમાં ન પ્રવર્તાવવા, પરંતુ તેમાંથી તેમને પાછા વાળવા. આમ નિસંગતા અને મૌન વડે સાધકે મનનો નિરોધ કરવો. મન પુદ્ગલોમાં