________________
१२
અને પૂજ્ય ગુરુદેવશ્રીની પ્રેરણાથી પાટણના ઘણા હસ્તલિખિત ભંડારોની હસ્તલિખિત પ્રતોનું સ્કેનિંગ થયેલ. મને ઉપરની ફોટોકોપીઓ તેમાંથી મળેલ છે. મને આ ફોટોકોપીઓ મુનિરાજશ્રી કૃપારત્નવિજયજી મહારાજે મેળવી આપી છે. આ પ્રસંગે બન્ને પૂછ્યોનો અને મુનિરાજશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. મુનિરાજશ્રી, પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રુતસમુદ્ધારના કાર્યમાં કોઈપણ જાતના નામની સ્પૃહા વિના પડદા પાછળ રહીને રાત-દિવસ અથાગ પરિશ્રમ કરી રહ્યા છે. તેમની અદ્વિતીય ગુરુભક્તિ અને શ્રુતભક્તિને ધન્યવાદ આપું છું.
યોગસારની ટીકા લખવાનું સૂચન ઘણા વર્ષો પૂર્વે મને મુનિરાજશ્રી કૃતપુણ્યવિજયજીએ કરેલ. ત્યારે તો મેં યોગસાર મૂળગ્રંથ જોયો કે વાંચ્યો પણ ન હતો. ત્યારે મારામાં ટીકા લખવાની યોગ્યતા કે ભાવના ન હતી. પણ મુનિરાજશ્રીનું સૂચન એક બીજારૂપે અંદર પડ્યું હતું. અવસર આવ્યો અને સંયોગો મળ્યા એટલે તે બીજમાંથી આ ટીકાવૃક્ષનું સર્જન થયું. સૂચન કરવા બદલ મુનિરાજશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. જો કે, મારામાં આ મહાન ગ્રંથની ટીકા રચવાની યોગ્યતા નથી, છતાં મૂળગ્રંથ વાંચ્યા પછી મને ખૂબ ગમી ગયો અને એની ગાથાઓ પર ચિંતન કરતાં કરતાં મને જે સ્ફૂર્યું તે મેં ટીકામાં લખ્યું છે. આ ટીકા સરળ સંસ્કૃત ભાષામાં લખી છે. તે વિદ્વત્તાનું પ્રદર્શન કરવા માટે નહીં, પણ આ મહાન ગ્રંથના રહસ્યો સ્વ-પર ઉભયના હૃદયમાં પ્રતિષ્ઠિત કરવા રચી છે.
આ ટીકામાં મેં કોઈ ન્યાયની શૈલીનો કે વ્યાકરણના સૂત્રોનો ઉપયોગ કર્યો નથી. ટીકા એટલી સરળ છે કે સંસ્કૃતની બે બુક કર્યા પછી પણ વાંચવામાં આવે તો બોધ સહેલાઈથી થાય. ટીકામાં પ્રથમ દરેક ગાથાની અવતરણિકા લખી છે. પછી મૂળગાથા લખી તેનો અન્વય કર્યો છે. પછી અન્વયના આધારે શબ્દોનો સામાન્ય અર્થ કર્યો છે. ત્યાર પછી વિશેષ વિવેચન કર્યું છે. અનેક શાસ્ત્રપાઠો દ્વારા તે તે પદાર્થોને સમજાવવાનો અને સિદ્ધ કરવાનો પ્રયત્ન કરેલ છે. આ ટીકાને ૧૪૪ ગ્રંથોના ૪૦૧ શાસ્ત્રપાઠો દ્વારા વિભૂષિત કરી છે. ગ્રંથોના નામ અને શાસ્ત્રપાઠો બોલ્ડ ટાઈપમાં આપ્યા છે જેથી તેમની તરફ તરત ધ્યાન જાય. ટીકામાં આવતાં સુવાક્યો પણ બોલ્ડ ટાઈપમાં લીધા છે. આ સુવાક્યો જીવનમાં ઉતારીએ તો અનેક પ્રકારે લાભ થાય. ટીકામાં જરૂર પડે ત્યાં શંકાઓ ઉઠાવીને તેના સમાધાનો પણ કર્યા છે. જરૂર પડે ત્યાં દૃષ્ટાંતો પણ ટાંક્યા છે. દરેક ગાથાની વૃત્તિને અંતે ટૂંકમાં સાર પણ લખ્યો છે.
વિક્રમ સંવત ૨૦૬૬ વર્ષે પૂજ્ય ગુરુદેવશ્રીની નિશ્રામાં રાજસ્થાનમાં સિરોડીનગરમાં કેવલબાગતીર્થમાં ઉપધાનતપની આરાધના થઈ. તે વખતે ત્યાંના સુંદર અને શાંત વાતાવરણમાં શ્રીમુનિસુવ્રતસ્વામીની છત્રછાયામાં પૂજ્ય ગુરુદેવશ્રીની કૃપાથી આ ટીકાનું સર્જન થયું. કેન્સર જેવી ભયંકર બીમારીમાં પણ સમતાપૂર્વક માસક્ષમણ જેવા ઉગ્ર તપોની