________________
શ્રી પર્યન્તારાધના.
૧૧૩
અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધર્મિક અને જૈન સિદ્ધાંતને વિષે જે બહુમાન મેં કર્યું હોય તે સુકૃતની હું અનુમોદના કરું છું. ૪૮
સામાયકમાં ચતુર્વિશતિ સ્તવન (ચોવીશ ભગવાનની સ્તુતિ) અને છ આવશ્યકમાં જે મેં ઉદ્યમ કર્યો હોય તે સર્વ સુકૃતની હું અનુમંદના કરું છું. ૪૯
આ જગતમાં પૂર્વે કરેલાં પુણ્ય-પાપ એજ સુખદુઃખનાં કારણે છે અને બીજું કોઈ પણ કારણ નથી એમ જાણીને શુભ ભાવ રાખે. ૫૦
પૂર્વે નહિ ભગવાયેલા કર્મને ગવવાથીજ છુટકારે છે, પણ ભગવ્યા વિના છુટકારો નથી એમ જાણીને શુભ ભાવ રાખે. પ૧
જે ભાવવિના ચારિત્ર, શ્રત, તપ, દાન, શીલ વગેરે સર્વ આકાશના ફુલની માફક નિરર્થક છે, તેમ માનીને શુભ ભાવ રાખે. પર
સુરશૈલ (મેરૂપર્વત)ના સમુહ એટલે આહાર ખાઈને પણ તને સંતોષ ન વળે માટે ચતુર્વિધ આહારનો ત્યાગ કર. ૫૪
મેં નરકનું નારકીપણે તિક્ષણ દુઃખ અનુભવ્યું તે વખતે કેણ મિત્ર હતો તેમ માનીને શુભ ભાવ રાખે. પ૩
દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક આ ચાર ગતિમાં મનુષ્યને આહાર સુલભ છે, પણ વિરતિ દુર્લભ છે એમ માનીને ચતુર્વિધ આહારનો ત્યાગ કરો. પ૫
કઈ પ્રકારના જીવ સમુદાયને વધ કર્યા વગર આહાર થઈ શકે નહિ, તેથી ભવમાં ભ્રમણ કરવારૂપ દુ:ખના આધારભૂત ચારે પ્રકારના આહારનો ત્યાગ કર. પ૬
જે આહારનો ત્યાગ કરવાથી દેવેનું ઈન્દ્રપણું પણ હાથના તલીઆમાં હોય તેવું થાય છે અને મોક્ષસુખ પણ સુલભ થાય છે તે ચારે પ્રકારના આહારનો ત્યાગ કર. ૫૭