________________
ધર્મપરીક્ષા
ચન્દ્ર : (પ્રશ્ન : જે તત્ત્વમાં સ્વરસવાહિ સંશયવાળા છે, તેઓમાં પણ સાક્ષાત્ કે પરંપરાએ તત્ત્વપ્રતિપત્તિ તો નથી જ ને ? તો આ અનાભોગનું લક્ષણ એ સાંયિક મિથ્યાત્વીમાં અતિવ્યાપ્ત બનશે.)
ઉત્તર : અનાભોગમિથ્યાત્વ (કે મિથ્યાત્વી) ના લક્ષણની વિચારણામાં સમજવું કે આ લક્ષણમાં જે તત્ત્વાપ્રતિપત્તિ પદ છે, તેનો અર્થ - સંશયસ્વરૂપ તત્ત્વજ્ઞાનો અને નિશ્ચયસ્વરૂપ તત્ત્વજ્ઞાનો એ તમામ પ્રકારના જ્ઞાનોનો અભાવ - એમ કરવો અર્થાત્ “જીવાદિ તત્ત્વ છે કે નહિ ?” એવા સંશયાત્મક તત્ત્વજ્ઞાનો અને જીવાદિપદાર્થો તત્ત્વ છે” એવા નિશ્ચયાત્મક તત્ત્વજ્ઞાનો એ સઘળાયનો અભાવ એ જ તત્ત્વ-અપ્રતિપત્તિનો અર્થ અત્રે લેવો.
એટલે સાંશયિક મિથ્યાત્વીઓમાં તો સંશયાત્મક તત્ત્વજ્ઞાન હોવાથી સર્વતત્ત્વોનો અભાવ ન મળે અને માટે એમાં લક્ષણ ન ઘટતા અતિવ્યાપ્તિ ન આવે.
(પ્રશ્ન : સમ્યગ્દષ્ટિ વિગેરે મહાત્માઓને પણ ઉંઘની દશામાં સાક્ષાત્ કે પરંપરાએ તત્ત્વની પ્રતિપત્તિ નથી જ હોતી તો એમનામાં પણ આ લક્ષણ અતિવ્યાપ્ત થશે.
ઉત્તર : આવી ઘણી બધી શંકાઓ ઉભી થવાની શક્યતા છે જ. એ બધાયનો ઉત્તર આપવામાં ઘણો વિસ્તાર થઈ જાય... આવા જ કોઈક કારણસર ઉપાધ્યાયજીએ દિગ્ પદ ગ્રહણ કરેલ છે. તેઓશ્રી કહેવા માંગે છે કે આવી જે કોઈ શંકાઓ ઉત્પન્ન થાય, તે બધાયનું સમાધાન ગીતાર્થનું શરણ સ્વીકારીને મેળવી લેવું.)
यशो० : एतच्च पञ्चप्रकारमपि मिथ्यात्वं भव्यानां भवति । अभव्यानां त्वाभिग्रहिकमनाभोगो वेति द्वे एव मिथ्यात्वे स्याताम्, न त्वनाभिग्रहिकादीनि त्रीणि, अनाभिग्रहिकस्य विच्छिन्नपक्षपाततया मलाल्पतानिमित्तकत्वाद्,
चन्द्र० : एवं पञ्चप्रकारं मिथ्यात्वं वर्णयित्वाऽधुना "तत्स्वामिनः के भवन्ति" इत्याहएतच्च = अनन्तरमेव प्रतिपादितं पञ्चप्रकारमपि = न केवलं एकद्वयादिप्रकारमेवेति अपिशब्दार्थः, मिथ्यात्वम् ।
ननु भव्यानां पञ्चप्रकारमपि यदि भवति, तर्हि अभव्यानां कियत्प्रकारं भवति ? अभव्यानां इत्यादि । " द्वे एव" इत्यत्र य एवकारः, तत्फलमाह
इत्याशङ्कायामाह
न
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીચા ટીકા - ગુજરાતી વિવેચન સહિત * ૩૯