________________
ધર્મપરીક્ષા
चन्द्र० : वृद्धोपमितभवप्रपञ्चगतमेव तृतीयं पाठमाह - ततोऽहं यदा इत्यादि, सुगमम् ।
ચન્દ્ર : તેથી હું જ્યારે તે અસંવ્યવહારનગરમાં હતો, ત્યારે મને જુની ગુટિકા જીર્ણ થાય એટલે મને (મારી પત્ની ભવિતવ્યતા) નવી ગુટિકા આપતી. (અહીં ગુટિકા એટલે આયુષ્યકર્માદિ) તે ગુટિકાના પ્રયોગ વડે મારૂં એક આકારવાળું માત્ર સૂક્ષ્મ જ રૂપ કરતી. તે એકાક્ષનિવાસ નગરમાં આવેલી તેણી જાણે કે તીવ્રમોહોદય અને અત્યંત અબોધને કુતૂહલ દેખાડતી ન હોય ! એમ તે ગુટિકાના પ્રયોગ વડે મારા અનેક આકારવાળા સ્વરૂપને પ્રકટ કરતી હતી.
(આ બધા પાઠોમાં સૂક્ષ્મ નિગોદને જ અવ્યવહા૨ી ગણવાની વાત સ્પષ્ટ દેખાય છે.)
यशो० : समयसारसूत्रवृत्त्योरप्युक्तं- 'अहवा संववहारिया य असंववहारिया य ।'
तद्वृत्तिः-अथवेति द्वैविध्यस्यैव प्रकारान्तरोद्द्योतने । एतदेव स्पष्टयन्नाह - 'तत्थ जे अणाइकालाओ आरब्भ सुहुमणिगोएसु चिट्ठेति न कयाइ तसाइभावं पत्ता ते असंववहारिया । जे पुण सुहुमणिगोएहिंतो निग्गया सेसजीवेसु उप्पन्ना ते संववहारिआ । ते अपुण सुहुमणिगोअत्तं पत्ता वि संववहारिअच्चिय भण्णंति ।।' इदमत्र हृदयम् - सर्वसंसारिणां प्रथममनादिकालादारभ्य सूक्ष्मनिगोदेष्वेवावस्थानम् । तेभ्यश्च निर्गताः शेषजीवेषूत्पन्नाः पृथिव्यादिव्यवहारयोगात्सांव्यवहारिकाः । ते च यद्यपि कदाचिद् भूयोऽपि तेष्वेव निगोदेषु गच्छन्ति, परं तत्रापि सांव्यवहारिका एव, व्यवहारपतितत्वात्। ये न कदाचित्तेभ्यो निर्गताः, अत्थि अणंता जीवा जेहिं ण पत्तो तसाइपरिणामो । तेवि अणंताणंता णिगोअवासं अवंति ।।
इति (विशेषणवति) वचनात्तत्रैवोत्पत्तिव्ययभाजस्ते तथाविधव्यवहारातीतत्वादसांव्यवहारिक इति ।
चन्द्र० : पाठान्तरमाह - समयसारेत्यादि । द्वैविध्यस्यैव प्रकारान्तरोद्योतने । जीवानां द्वैविध्यं प्रागेकेन प्रकारेण दर्शयित्वाऽधुना द्वितीयेन प्रकारेण तद् दर्शयितुं प्रकारान्तरसूचकं " अथवा " पदमाह सूत्रकार इति भावार्थ: । एतदेव = संव्यवहारिका - संव्यवहारिकरूपं द्वैविध्यमेव ।
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત × ૧૩૧