________________
- અધ્યાત્મતત્ત્વાલક.
[ આઠમું ભેદે-“ચતોડવુઃ-નિઃશ્રેયસસિદ્ધિ: ૩ ધર્મ: ” એ સૂત્રથી પણ સ્પષ્ટ રીતે સિદ્ધ થાય છે. આ સૂત્ર એમ બતાવે છે કે- એક ધર્મ તે છે, કે જેનાથી અભ્યદય ( સાંસારિક સમૃદ્ધિ ) પ્રાપ્ત થાય અને એક ધમ તે છે, કે જેનાથી નિઃશ્રેયસ (મોક્ષ ) પ્રાપ્ત થાય.
અહીં ધ્યાનમાં લેવાની વાત એ છે કે-ધર્મ અને મોક્ષ એજ બે વસ્તુતઃ પુરૂષાર્થો છે; આમ હકીકત હોવા છતાં પણ ગૃહસ્થને અર્થ અને કામની અપેક્ષા હોવાને લીધે તેઓને માટે યોગ્ય રીતે અર્થ અને કામને સાધવાનો રસ્તો બતાવ જરૂરનો હોવાથી, અને એ રીતે તેઓને ધર્મના રસ્તે લાવવાના પવિત્ર ઇરાદાથી અર્થ અને કામને પણ પુરૂષાર્થોની ગણનામાં મૂક્યા છે. બાકી તે છેવટનું સાધ્યબિન્દુ ધર્મ દ્વારા મેક્ષ પ્રાપ્ત કરે, એજ છે.
અથ પુરૂષાર્થ સાધવાને માટે ગૃહસ્થને ઉપદેશ કરવામાં આવ્યું છે કે તેઓએ “ચાયqન્નવિમવઃ” બન્યાયથી પિસે કમાવનાર ” બનવું જોઈએ. અને તે સૂત્રની વ્યાખ્યામાં એમ કહેવામાં આવ્યું છે કે –
“મિત્રદ્રોહેં-વિશ્વાતિવશ્વન-વૌથાિર્ધારાનાાિળાર્ધોવાर्जनोपायभूतः स्वस्ववर्णानुरूप: सदाचारो न्यायः, तेन सम्पन्नो विभवः-सम्पद् ચય સ ચાચણqન્નયિમત્ર: "– શાસ્ત્ર, હેમચન્દ્ર.)
– “ સ્વામિને દ્રોહ, મિત્રનો દેહ, વિશ્વસિતને ઠગવું એથી અને ચોરી, જુગાર વગેરે દુષ્ટ રીતિઓથી ધનોપાર્જન નહિ કરતાં, પિત પિતાના વર્ણને અનુરૂપ જે સમ્પ્રવૃત્તિથી ધન પેદા કરવું વ્યાજબી છે, તે સત્યવૃત્તિને ( સદાચારને ) ન્યાય કહેવામાં આવે છે. અને તે ન્યાયથી જેણે પૈસો પ્રાપ્ત કર્યો છે, તે “સાચMામવ:” કહેવાય છે. ”
નીતિપ્રાપ્ત દ્રવ્ય નિઃશંકપણે ભોગવી શકાય છે, તેનું સત્પાત્રમાં વપન કરી શકાય છે અને તેના આહારથી બુદ્ધિ સ્વસ્થ રહે છે. નીતિસમ્પન્ન દ્રવ્યથી ગૃહસ્થ તરીકે બજાવવાનાં સર્વ કાર્યો ગૃહસ્થથી ઉત્તમ રીતે સાધી શકાય છે. એજ માટે કહેવામાં આવ્યું છે કે–“યતઃ સર્વત્રોનનાસિદ્ધિઃ સર્ગઃ ” |
કામનું સાધન પણ ઉચિત રીતિથી કરવાનું છે. અવિવાહિત અવરથામાં સંપૂર્ણ બ્રહ્મચારી રહેવું જ જોઈએ, એ તો ઉઘાડી વાત છે, - શેષિકદર્શનનું પ્રારંભનું બીજું સૂત્ર.
822