________________
પ્રકરણ ] SPIRITUAL LIGHT. આવિષ્કાર માટે પૂરતો પ્રયાસ કરી રહ્યો છે, અથવા કોઈ મેટ્રિક કલાસને વિદ્યાર્થી મેટ્રિકની પરીક્ષામાં સફળ પરિણામ થવા માટે ખૂબ અભ્યાસ કરી રહ્યો છે, છતાં વચ્ચે બીમારી વગેરે કોઈ અનિવાર્ય પ્રબલ -વિઘ આવી જતાં તે પિતાના ઉદ્દેશમાં હતાશ બને છે, તે નિયતિનું સામ્રાજ્ય છે. વગર મહેનતે સટ્ટા, લેટરી વગેરેમાં ધનવાન બનાવી આપનાર આ નિયતિ છે. કાળ, સ્વભાવ વગેરેમાં ફેર પડે, પણ નિયતિમાં ફેર પડતાજ નથી.
“ નિયતિ” એ જીવોના સંબન્ધમાં એક પ્રકારનું અનિવાર્ય કમજ છે, જેને જૈન શાસ્ત્રકારે “નિકાચિત” એવું નામ આપે છે. આ કર્મ અવશ્ય ભોગવાતું હોવાથી–હજાર પ્રયત્ન કરવા છતાં પણ ભેગવ્યા વગર નષ્ટ નહિ થતું હોવાથી તેના ફળને ઉદય “ભાવિભાવ ના નામથી ઓળખાય છે.
પાંચે કારણેની સત્તા જોઈ. પાંચે કારણે પિતાપિતાની હદે ઉપયોગી છે. એક કારણને સર્વથા પ્રાધાન્ય આપી બીજાને ઉડાવી દેવાયજ નહિ. કાલવાદી કાલને જ પ્રાધાન્ય આપે, તે તેની તે બ્રાન્તિ છે. તેવી રીતે સ્વભાવવાદી, કર્મવાદી, પુરૂષાર્થવાદી અને નિયતિવાદી જે પિતાના એકજ પક્ષને સ્વીકારી બીજા કારણેને તરછેડે, તો તેઓની તે ભૂલ છે. પાંચે કારણેને યેગ્યતાનુસાર ગણ-મુખ્યભાવે માનવામાંજ સમ્યગ્દષ્ટિ સમાયેલી છે. એથી વિપરીત એકાન્તવાદ તરફ જવું એ મિથ્યાદષ્ટિ છે..
. પાંચે કારણેને ગણ-મુખ્ય ભાવે મળવાના અનેક દાખલા છે. સ્ત્રીથી બાળક ઉત્પન્ન થવામાં પાંચે કારણે જોવાય છે. પ્રથમ કાળ વગર ( ગર્ભકાળ પૂરો થયા વગર ) છોકરો જન્મેજ નહિ, એ દેખીતીજ વાત છે. પ્રસવસ્વભાવવાળી સ્ત્રીથીજ બાળક જન્મે છે, એ પણ દેખીતી વાત છે અને એથી સ્વભાવની કારણુતા પ્રાપ્ત થાય છે. ઉદ્યમ તે ત્યાં હોયજ છે. પૂર્વ કર્મ અને નિયતિ એ બંને પણ પ્રાપ્તજ છે. આમ પાંચે કારણે ના મળવાથી જ પ્રસૂતિ થાય છે.
બીજું ઉદાહરણ જોઈએ. મેટ્રીકની પરીક્ષામાં સફળ થવાને મને રથની સિદ્ધિ માટે પ્રસ્તુત પાંચે કારણેની અપેક્ષા રહે છે. પ્રથમ તે છે પડીઓ માટે છ વર્ષની મુદત જોઈએ જ, છ ચેપડીઓમાં ઓછામાં
79.