________________
પ્રકરણ.] SPIRITUAL LIGHT. કશું નથી. વસ્તુમાં એક ધર્મ નથી, એ આપણે જોઈ ગયા છીએ. અનેક ધર્મવાળી વસ્તુમાં અમુક ધર્મને લગતે જે અભિપ્રાય બંધાય છે, તેને જૈનશાસે “નય” સંજ્ઞા આપે છે. વસ્તુમાં જેટલા ધમ છે, તે બધાને લગતા જેટલા અભિપ્રાયે, તેટલા “ના” કહેવાય છે.
- એકજ ઘટ વસ્તુ, મૂળ દ્રવ્ય-માટીની અપેક્ષાએ વિનાશી નથી; અર્થાત નિત્ય છે, કિન્તુ ઘટના આકારરૂપ પરિણામદષ્ટિએ બરાબર વિનાશી છે; એમ જૂદી જૂદી દષ્ટિએ ઘટને નિત્ય માનવો અને વિનાશી માન, એ બંને નો છે.
આત્મા નિત્ય છે, એમ સહુ કાઈ માને છે, અને વાત પણ બરાબર છે, કેમકે તેને નાશ થતો નથી; પરંતુ તેનું પરિવર્તન વિચિત્રરૂપે થતું રહે છે, એ બવાના અનુભવમાં ઉતરી શકે એવી હકીકત છે; કેમકે આત્મા કેઈ વખતે પશુ અવસ્થામાં હોય છે, જ્યારે કોઈ સમયે મનુષ્ય અવસ્થામાં મૂકાય છે, વળી કઈ અવસરે દેવગતિનો ભોક્તા બને છે, પુનઃ કયારેક નરક આદિ દુર્ગતિઓમાં જઈને પડે છે. આ કેટલું બધું પરિવ
ન? એકજ આત્માના સંબંધમાં આ કેવી વિલક્ષણ અવસ્થાઓ ? આ શું સૂચવે છે? ખરેખર આત્માની પરિવર્તનશીલતા. એકજ શરીરના પરિવર્તનની સાથે પણ આત્મા પરિવર્તનની ઘટમાળમાં ફરતો સમજી શકાય છે. આવી સ્થિતીમાં આત્માને સર્વથા-એકાન્તતઃ નિત્ય માની શકાય નહિ, અતએ આત્માને એકાન્તનિત્ય નહિ, એકાન્તઅનિત્ય નહિ, કિન્તુ નિત્યાનિત્ય માનવાનું પ્રાપ્ત થાય છે. આવી હાલતમાં જે દષ્ટિએ આત્મા નિત્ય છે તે, અને જે દષ્ટિએ આત્મા અનિત્ય છે તે બંને દષ્ટિએ ન કહેવાય છે.
શરીરથી આત્મા જૂદ છે, એ વાત સુસ્પષ્ટ અને નિઃસંદેહ છે; પરંતુ એમાં એટલું ધ્યાનમાં રહેવું જોઈએ કે-દહીંમાં જેમ માખણ વ્યાપીને રહેલું છે, તેમ શરીરમાં આત્મા વ્યાપીને રહ્યો છે. આ ઉપરથી ઘટ અને તેમાં રહેલા લાડુની જેમ, શરીર અને આત્મા જૂદા સિદ્ધ થતા નથી, એ ખુલ્લું જણાય છે; અને એથી જ શરીરના કોઈ પણ ભાગમાં કાંઈક ચેટ લાગે કે તુરત જ આત્માને વેદના થવા લાગે છે. શરીર અને આત્માના આવા ગાઢ અત્યન્તગાઢ સંબધને લઈ જૈનશાસ્ત્રકારે
191