________________
Sport
પ્રારા ! SPIRITUAL LIGHT. અને સ્થિતિ (ધ્રુવ7 ) સ્વભાવવાળા બરાબર ઠરે છે. જેને ઉત્પાદ અને વિનાશ થાય છે, તેને જૈનશાસ્ત્રમાં પર્યાય' કહે છે. જે મૂળ વસ્તુ સદા સ્થાયી છે, તેને “દ્રવ્ય” કહેવામાં આવે છે. દ્રવ્યથી (મૂળ વસ્તુ રૂપે) દરેક પદાર્થ નિત્ય છે અને પર્યાયથી અનિત્ય છે. આ રીતે પ્રત્યેક વસ્તુને એકાન્ત નિત્ય નહિ, એકાત અનિત્ય નહિ, કિન્તુ નિત્યાનિત્યરૂપે માનવી, એનું નામ “સ્યાદ્વાદ” છે.. - આ સિવાય એક વસ્તુ પર “અસ્તિ” “નાસ્તિ” ના સંબંધમાં ઉપર કહ્યા પ્રમાણે ધ્યાનમાં રાખવું જોઈએ કે ઘટ (દરેક પદાર્થ) પિતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી સત છે અને બીજાના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી અસત છે. જેવી રીતે કાશીમાં વર્ષાઋતુમાં ઉત્પન્ન થયેલ માટીને કાળા ઘટ, દ્રવ્યથી માટીને છે, અર્થાત મૃત્તિકારૂપ છે, પરંતુ જલરૂપ નથી. ક્ષેત્રથી બનારસને છે, પરંતુ તે સિવાય બીજા ક્ષેત્રને નથી. કાલથી વર્ષાઋતુને છે, પરંતુ તે સિવાય બીજી ઋતુનો નથી. ભાવથી શ્યામવર્ણવાળો છે, પરંતુ શ્યામ વર્ણ સિવાય અન્યવણવાળો નથી. ટૂંકમાં પિતાના સ્વરૂપથીજ દરેક વસ્તુ “અસ્તિ” કહી શકાય, બીજાના સ્વરૂપથી નહિ, બીજાના સ્વરૂપથી અસ્તિ ન કહેવાય, ત્યારે. અર્થાત બીજાના સ્વરૂપથી નાસ્તિ કહેવાય.
વળી સ્યાદ્વાદનું એક ઉદાહરણ જોઈએ. વસ્તુમાત્રમાં સમાન ધર્મ અને વિશેષ ધર્મ રહેલા છે. સો ઘડાઓમાં “ઘ” “ઘડો” એવી જે એકાકાર ( એક સરખી ) બુદ્ધિ ઉત્પન્ન થાય છે, તે એજ બતાવી આપે છે કે તમામ ઘડાઓમાં સામાન્યધર્મ–એકરૂપતા રહેલી છે. તે સિવાય સે ઘડાઓમાંથી પિતપોતાનો ઘડો ઓળખી લેવાય છે, એ ઉપરથી તમામ ઘડાઓ એક બીજાથી વિશેષતા-ભિન્નતા–પૃથક્તાવાળા સિદ્ધ થાય છે. આ પ્રમાણે સામાન્ય સ્વરૂપ અને વિશેષ સ્વરૂપ સર્વ પદાર્થોમાં સમજવું. એ બંને સ્વરૂપ પરસ્પર સાપેક્ષ છે અને વસ્તુથી અલગ નથી. અતઃ પ્રત્યેક વસ્તુને સામાન્ય વિશેયાત્મક સમજવી એ સ્યાદ્વાદદર્શન છે.
નર છે, એમ જણાવે છે. આ રીતે ઉત્પાદ, વિનાશ અને ધ્રવ્યના જૈનસિદ્ધાન્તને વિજ્ઞાન (Science) બરાબર સમર્થન કરે છે. ૧ “ચાદ્વાદ' વિષયમાં તાર્કિકાના તર્કવાદ અતિપ્રબલ છે. શ્રીમદ્
81