________________
અધ્યાત્મતત્વાક.
સાતમુર સંસારરૂપ મહેલ, માત્ર બેજ થાંભલા ઉપર ટકી રહ્યો છે, અને તે રાગ તથા દ્વેષ છે. મેહનીય કર્મનું સર્વસ્વ રાગ અને દ્વેષ છે. તાલ વૃક્ષના વિર ઉપર સેય ભાંકી દેવાથી જેમ આખું તાલ વૃક્ષ સુકાઈ જાય છે, તે પ્રમાણે સર્વ કર્મોનું મૂળ જે રાગ-દ્વેષ, તેના ઉપર પ્રહાર કરવાથી તેને ઉછેદ કરવાથી આખું કર્મવૃક્ષ સુકાઈ જાય છે-નાશ પામી જાય છે. - પૂર્વે જઈ ગયા છીએ તેમ મુક્તિના બે ભેદ પાડી શકાય છે-જીવન મુક્તિ અને પરમુક્તિ. શરીરાવચ્છિન્ન કેવલજ્ઞાન એ જીવન્મુક્તિનું લક્ષણ છે. શરીરધારી કેવલીઓ જીવન્મુકત છે. સર્વ કમેને ય થતાં જે અશરીરી-સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થાય છે, તે પરમુકિત છે. કેવલજ્ઞાન પ્રાપ્ત થયું કે આત્મા પરમાત્મા બની ગયાજ; કારણ કે કાચવ સિદ્ધાત્માઓ અને શરીરધારી કેવલજ્ઞાનીઓના કેવલજ્ઞાનમાં પરમાણુ જેટલો પણ ફરક હેતે નથી, એ બંનેનું કેવલજ્ઞાન બિલકુલ સરખું હોય છે. આત્મસ્વરૂપનું સર્વસ્વ કેવલજ્ઞાન પ્રાપ્ત થતાં આત્માને પરમાત્મા થવામાં કંઈ બાકી રહેતી નથી. કેવલજ્ઞાનની પ્રાપ્તિ વખતે નષ્ટ થવાં રહી ગયેલાં
અઘાતિ” કર્મો કેવેલીને જે પરિણામ બતાવે છે, તે અકિંચિકર છે. એથી આત્મસ્વરૂપને કંઈ લાગતું વળગતું નથી. અસ્તુ.
કેવલજ્ઞાનના સંબન્ધમાં ઘણાને શંકા રહ્યા કરે છે કે “ એવું તે જ્ઞાન કોઈને હેતું હશે ખરું કે જે અખંડ બ્રહ્માંડના--સકલ લેકાલેકના ત્રણે કાલના તમામ પદાર્થો ઉપર પ્રકાશ પાડે ? ” પરંતુ એમાં કશું શંકા કરવા જેવું નથી. જ્ઞાનની માત્રા મનુષ્યમાં એક બીજા કરતાં અધિકાધિક દેખવામાં આવે છે. આ શું સૂચવે છે ? એજ કે જે આવરણ થોડું ઘણું ખસવાથી જ્ઞાન, અધિક આધક પ્રકાશમાં આવે છે, તે આવરણ, અગર બિલકુલ ખસી જાય, તે સંપૂર્ણ જ્ઞાનને પ્રકાશ થાય. આ હકીકતને એક દૃષ્ટાન્તથી જોઈએ કે-નાની મોટી વસ્તુઓમાં જે પહેળાઈ, એક બીજાથી ઘણી ઘણી જોવામાં આવે છે, તે પહોળાઈ વધતી વધતી આકાશમાં વિશ્રાનિત લે છે, અર્થાત વધતી જતી પહોળાઈને અત આકાશમાં આવે છે. આકાશથી આગળ પહોળાઈને પ્રકષ નથી, સંપૂર્ણ પહોળાઈ આકાશમાં આવી ગઈ છે. આ દૃષ્ટાન્ત પ્રમાણે જ્ઞાનની માત્રા પણ વધતી વધતી કોઇ પુરૂષવિશેષમાં વિશ્રામ લીધેલી હોવી જોઈએ, એમ ન્યાયથી સિદ્ધ થાય છે. જ્ઞાનને વધતા જતા પ્રકને જેની અંદર
772