________________
- અધ્યાત્મતત્ત્વાક.
સાતમું મોક્ષ પણ ઉત્પન્ન થતું હોવાથી તેને પણ અંત આવો જોઈએ, અને અએવ મેક્ષ શાશ્વત ઘટી શકે નહિ.
આના સમાધાનમાં ધ્યાન આપવા જેવું છે કે-મેક્ષ કે ઉત્પન્ન થનારી વસ્તુ નથી. માત્ર કર્મથી અલગ થવું, એ જ આત્માને મોક્ષ છે. આથી આત્મામાં કોઈ નવીન વસ્તુને ઉત્પાદ થતું નથી કે જેથી તેને અંત આવવાની કલ્પના ઉભી થઈ શકે. જેમ વાદળાં ખસી જવાથી જળહળતે સૂર્ય પ્રકાશમાન થાય છે, તેમ કર્મનાં આવરણો ખસી જવાથી આત્માના સકળ ગુણે પ્રકાશમાન થાય છે. બીજા શબ્દોમાં સકલગુણયુક્ત આત્મા પ્રકાશમાન થાય છે. આનું નામજ મેક્ષ છે. કહે, આમાં શું ઉત્પન્ન થયું . | સર્વથા નિર્મળ થયેલ આત્માને પુન; કર્મને સમ્બન્ધ થતું નથી, એ હકીક્ત ત્રીજા પ્રકરણના બીજા ની વ્યાખ્યામાં જોઈ લીધી છે.
અન્ય વિદ્વાને પણ કહે છે કે –
" क्षीरात् समुद्धृत त्वाज्यं न पुनः क्षीरतां व्रजेत् । ___ पृथकृतस्तु कर्मभ्यो नात्मा स्यात् कर्मवान् पुनः "॥ " यथा नीता रसेन्द्रेण धातवः शातकुम्भताम् ।।
पुनरावृत्तये न स्युस्तद्वदात्माऽपि योगिनाम् " ॥ અર્થાત – દૂધમાંથી કાઢેલું ઘી જેમ ફરીને ક્ષીર નથી બની જતું, તેમ કર્મોથી અલગ થયેલ આત્મા પુનઃ કર્મવાનું બનતું નથી. રસવડે કરીને સુવર્ણ બનેલી ધાતુઓ પુનઃ સુવર્ણ મટીને પૂર્વ સ્થિતિમાં જેમ નથી. આવતી, તેમ ગિઓને મુકત બનેલ આત્મા પુનઃ કર્મબદ્ધ બનતા નથી.
સંસારને સંબન્ધ, કર્મ સંબંધને આધીન છે, અને કર્મને સંબન્ધ, રાગદ્વેષની ચિકાશને આધીન છે. જેઓ અત્યંત નિર્મલ થયા છેસર્વથા નિર્લેપ થયા છે, તેઓને રાગદ્વેષાદિની ચિકાશ હેયજ શાની ? અને અતએ કર્મ સંબન્ધ હવાની કલ્પના પણ શી ? અને એથી જ સંસારમાં ફરી ઘસડાવાની વાત જ શી ?.
. આ સ્થળે એક એવો પ્રશ્ન ઉભો થાય છે કે આત્માની સાથે કર્મને સંગ જ્યારે અનાદિ છે, તે અનાદિ કર્મને નાશ કેમ
770