________________
અધ્યાત્મતત્ત્વાલક. [ સાતમુંઉત્પન્ન થયેલું હોવાથી, પરંતુ અત્યારે શાબ્દબોધરૂપ ન હોવાથી ( શ્રુતનિશ્ચિત) મંતિજ્ઞાન કહેવાય, શ્રુતજ્ઞાન કહેવાય નહિ.
ઉપરની હકીકતથી એ જાણું શકાય છે કે શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક જ હોય છે, કેમકે શબ્દનું શ્રવણ, અક્ષરનું અવલોકન, હસ્તાદિ-ચેષ્ટાઓનું દર્શન અથવા સ્પર્શન થયા પછીજ સંકેતજ્ઞાનદ્વારા શાધ થાય છે; અને એથીજ શાબ્દધની પૂર્વે શબ્દદિવિષયક, ત્રાદીન્દ્રિયજનિત, અવગ્રહાદિ નિયમેન હોય છે. આ માટે શ્રુતજ્ઞાનની પૂર્વે મતિજ્ઞાનને અવયંભાવ છે. આ સઘળા ઉપરથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનું પાર્થક્ય સ્પષ્ટ રીતે સમજી શકાય છે.*
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરોક્ષ પ્રમાણ છે. મનસહિત ચક્ષુ આદિ પાંચે કથિી જે રૂપ, રસ આદિનું જ્ઞાન થાય છે, અર્થાત ચક્ષુથી રૂપ જોવાય છે, જીભથી રસ ગ્રહણ કરાય છે, નાકથી ગન્જ લેવાય છે, ત્વચાથી સ્પર્શ કરાય છે અને કાનથી શબ્દ શ્રવણ કરાય છે, એ બધાં વસ્તુતઃ પરોક્ષ છે; કારણ કે તે અન્યદ્વારા ઉત્પન્ન થનારાં છે. જેમ અનુમાન પ્રમાણ અન્યદ્વારા ( હેતુદર્શનાધિદ્વારા) ઉત્પન્ન થતું હોવાથી પરેલ છે, તેમ આત્માથી પૃથભૂત, અએવ આત્માથી પર એવી ઈન્દ્રિયોથી ઉત્પન્ન થનારાં રૂપ-રસાદિજ્ઞાનો પણ પરોક્ષજ સિદ્ધ થાય છે. આમ હોવા છતાં પણ વ્યવહારદષ્ટિએ તે પ્રત્યક્ષ કહી શકાય છે.
બે જ્ઞાન જોયાં. ત્યાર પછી અવધિજ્ઞાન આવે છે. આ જ્ઞાનના સંખ્યાતીત ભેદ છે. આ જ્ઞાનનું સ્વરૂપ અહીં એટલું જ સમજવું બસ છે કે આ જ્ઞાનવાળો દૂર દૂરના રૂપી પદાર્થોને સ્પષ્ટ જોઈ શકે છે. જેમ આ
- ૪ ભગવાન જિનભદ્રમણિક્ષમાશ્રમણ–“મરૂમો વૈવ સુ”એ. વાકયથી શ્રુતજ્ઞાનને મતિજ્ઞાનનો ભેદજ બતાવે છે. ભગવાન સિદ્ધસેનદિવાકર-ર “વૈવિઘઉંma = ધિરું ” એ કલેકથી ત્યાં સુધી કહે છે કે શ્રુતજ્ઞાન મતિજ્ઞાનથી અતિરિક્ત નથી. શાસ્ત્રોમાં તે બેને જે ભેદેલ્લેખ કરવામાં આવ્યો છે, તે ગબલીવ યાયને આશ્રીને સમજ.
૧ વિશેષાવશ્યકભાષ્ય, ગાથા ૮૬ મી. ૨ સિદ્ધસેનદિવાકરકૃત દ્વત્રિશાત્રિશિકા.
768