________________
પ્રકરણ.] SPIRITUAL LIGHT. શુક્લધ્યાનના પ્રથમ ભેદ સુધી જ છે. શુક્લધ્યાનને બીજો ભેદ અસગ્મજ્ઞાત' સમાધિ છે. જે ધ્યાનમાં વિચારાત્મક જ્ઞાન વિદ્યમાન હોય, તે સંપ્રજ્ઞાત સમાધિ છે અને જે ધ્યાનમાં વિચારાત્મક જ્ઞાનનો ક્ષય થાય, તે અસંપ્રજ્ઞાત સમાધિ છે. બારમા ગુણસ્થાને જે કે મને વિચાર છે, પણ તે ક્ષણમાત્રજ અને પછી તત્કાળ મનને વિલય થતાં વિચારજ્ઞાન નષ્ટ થાય છે, અને કૈવલ્યજ્ઞાનની તિ પ્રકટે છે.
પતંજલિએ મનવૃત્તિના નિરોધરૂપ એકજ યોગ બતાવ્યો છે, પરંતુ શરીરવૃત્તિનિરોધરૂપ યોગની પણ અગત્ય છે. એ વગર અશરીરઅમૂર્ત-નિરંજન-પરબ્રહ્મ અવસ્થા પ્રાપ્ત થઈ શકતી નથી. શરીરનિધિરૂપ યોગ આયુષ્યની અન્તમાં તેરમું ગુણસ્થાન પૂર્ણ થતાં શરૂ થાય છે અને ચદમાં ગુણસ્થાને તે યુગની પૂર્ણતા થતાં આત્મા સિદ્ધાવસ્થાને પ્રાપ્ત થાય છે. પરંતુ સર્વ યોગનું મૂળ ચિત્તવૃત્તિનિરોધજ છે, એમાં તે શકજ નથી. વેગનું સર્વસ્વ-યોગનું સંપૂર્ણ રહરય ચિત્તવૃત્તિનિધમાં આવતું હોવાથી અને તેની પ્રાપ્તિ થતાં શરીર-નિરોધરૂપ યોગ સહજ મળી જતે હોવાથી તેને (ચિત્તવૃત્તિનિરોધને) ચગનું તપ્ત બનાવવામાં પતંજલિએ લગારે અનુચિત કર્યું નથી.
મગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ એમ જે ત્રણ પ્રકારની ગુપ્તિઓ જૈનશાસ્ત્રમાં બતાવી છે, તે ગજ છે. મને ગુપ્તિ એટલે મનની શુદ્ધપ્રવૃત્તિ, મનની સ્થિરતા અને મનને વિલય. મને ગુપ્તિના આ ત્રણ પ્રકારે ઉપર જોવાઈ ગયા છે. ગુપ્તિત્રયમાં મને ગુપ્તિનું પ્રાધાન્ય હોવાથી, પાછળની બે ગુપ્તિઓનું મનોગુપ્તિજ મૂળ હોવાથી અને મને ગુપ્તિના સદભાવમાં પાછળની બે ગુપ્તિઓ સહેજે પ્રાપ્ત થઈ જતી હોવાથી મને ગુપ્તિ તરફજ ભાર દઈ શિક્ષા આપવી એ જરૂરી વાત છે. બાકી તે મન-વચન-કાય એ ત્રણે યોગના નિરોધની પૂર્ણતા એજ ગની પૂર્ણતા છે, એ વાત દરેકને કબૂલ રાખવી જ પડશે અને એજ પૂર્ણ વેગ અપવર્ગનું દ્વાર છે. જ પસા પદ્ધતિમમિત્તે अध्यात्म भावना ध्यानं समता वृत्तिसंक्षयः। इत्येवमप्यनूचाना ऊचाना योगपद्धतिम् ॥ ४ ॥
*
*
*
747.