________________
܃
SPIRITUAL LIGHT.
બહાયુ મનુષ્ય ક્ષપકશ્રેણીના પ્રારંભ કરે, તે તો અનન્તાનુબન્ધી કષાયચતુર્થ્ય અને દનમેાહને પુજત્રય એ સાતને! ક્ષય કર્યાં પછી આગળ વધી શકેજ નહિ.
પ્રકરણ. ]
ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણી જોઇ; અને એ પણ જાણ્યું કે એ શ્રેણી શુકલધ્યાનનીજ અવસ્થા છે. ઉપશમશ્રેણી કરતાં ક્ષપકશ્રેણી અવસ્થાનુ શુક્લધ્યાન અતિપ્રબળ છે. અતએવ ઉપશમશ્રેણીવાળા મેાહના ક્ષયે નથી કરી શકતો, જ્યારે ક્ષપકશ્રેણીવાળા ક્ષણુવારમાં મેાહને સમૂળ ક્ષીણ કરી નાંખે છે.૧
મુલયાનના બીજો ભેદ.
ઉપર કહ્યું તેમ, શુક્લધ્યાનના પ્રથમ ભેદ આઠમા ગુણુસ્થાનથી ૧ જૈનશાસ્ત્રની દૃષ્ટિએ કની મુખ્ય ત્રણ અવસ્થાએ છે-કમના અધ, ઉદય અને સત્તા. જેવું સારૂ યા ખરાબ કામ કરાય છે, અથવા જેવા સારા યા ખરાબ અધ્યવસાય ઉત્પન થાય છે, તેવા પ્રકારની વાસના આત્મામાં સ્થપાય છે. આ વાસના’ બીજી કાઇજ નથી, કિન્તુ તે એક પ્રકારના વિચિત્ર પરમાણુઓના પુજાત્મક છે. એ પરમાણુપુજાત્મક વાસનાનેજ કર્મ' કહેવામાં આવે છે. અર્થાત્ કમ એ વિચિત્ર પરમાણુસમૂહાત્મક છે,
સારા યા ખરાબ કામથી સારૂં યા ખરાબ કે જે અધાયુ, તે, કર્મના અન્ધે સમજવેા. એ બધાયલું કમ તરતજ ઉદયમાં આવે છે, એમ નથીજ, કિન્તુ જેમ ખીજ વાવ્યા પછી તરત પાક થતા નથી, તેમ કર્મ બધાયા પછી અમુક વખત પસાર થયા બાદ તે ઉદ્દયમાં આવે છે. ઉદય' એટલે કર્મનું વિપાકાભિમુખ થવું તે. કના ઉદય થતાં કર્મનું ફળ ભોગવાય છે. જે કર્માં જ્યાં સુધી ઉદ્દયમાં ન આવ્યાં હાય, ત્યાં સુધી તે કર્મો સત્તા'માં રહ્યાં કહેવાય છે. આવી રીતે કર્મની અન્ય; ઉદય અને સત્તા એ ત્રણ સ્થિતિએ સમજવા જેવી છે.
ઉપશમશ્રેણીમાં કર્માંના ઉપશમ કરવામાં આવે છે, પણ સત્તામાંથી ક્ષય કરવાનું થતું નથી; સત્તામાં તે અગ્યારમા ગુણસ્થાનવાળાને પણ પ્રાય: તમામ કર્મ પ્રકૃતિઓ રહેલી હેાય છે; અને ક્ષપકશ્રેણીમાં તેા સત્તામાંથીજ કર્મો ક્ષીણ કરાય છે.
737