________________
અધ્યાત્મતત્યાક the fourth grade of Dhyāna. Persons habituated to such" spiritual Dhyāna obtain happiness which is intuitional and beyond the domain of senses. (34-35) સંસ્થાને ધ્યાન
આકાશ સર્વત્ર વ્યાપક છે. તે સ્વપ્રતિષ્ઠિત અને અનન્તાનને છે. તે આકાશના મધ્યબિન્દુમાં આ લેક સ્થિત છે, જેમાંને ઊર્વભાગ ઊર્ધ્વલક, અભાગ અલેક અને મધ્યમભાગ મધ્યમક કહેવાય
“ “આવા પ્રકારના લોકનું સ્વરૂપ બહુ સુમરીતે આ ચોથા ધ્યાનમાં વિચારાય છે. આવા ધર્મધ્યાનમાં વર્તનારાઓને સ્વસંવેદ્ય અતીન્દ્રિય સુખ અનુભવાય છે. ”—-૩૫ વ્યાખ્યા.
લેકભાવના અને “સંસ્થાનવિચય” ધ્યાનમાં શું ફરક છે? એ પ્રશ્ન અત્રે સહેજે ઉભો થઈ શકે તેમ છે. પરંતુ ધ્યાનમાં રાખવું જોઈએ કે બાર ભાવનાઓ અથવા તે સિવાયની અન્ય ભાવનાઓ એ ચિન્તામાત્ર છે, એમાં એક સ્થિર આલંબન હોતું નથી, જ્યારે ધ્યાન તે એક સ્થિર આલંબન પર અડગ હોય છે. આજ વાત ધ્યાનશતકમાં કહી છે કે –
" जं थिरमज्यवसाणं तं आणं जं चलं तयं चित्तं । तं होज भावणा वा अणुपेहा का अहव चिंता " ॥ २ ॥
અર્થત–જે મનની સ્થિર એકાગ્રતા, તે ધ્યાન છે અને જે અનવથિત શુભ ચિત્ત છે, તે પાન નહિ હૈઈ કરીને ભાવના, અનુપ્રેક્ષા યા ચિંતા કહેવાય છે. | ધર્મધ્યાનના જેમ આ ચાર પ્રકારો જોયા, તેમ અન્ય ગ્રન્થમાં દશ પ્રકારે બતાવ્યા છે–અપાયવિચય, ઉપાયરિચય, જીવવિય, અથવવિચ, વિપાકચિય, વિરાગવિય, ભવવિચય, સંસ્થાનવિચય, આજ્ઞાચિય અને હેતુવિચય.
છે જુઓ શાસ્ત્રવાર્તાસમુચ્ચયની વૃત્તિ સ્યાદ્વાદકલ્પલતાના ૩૩૬ મા પૃષ્ઠમાં.
796