________________
પ્રકરણ ]
SPIRITUAL LIGHT.
આસન વગેરે જે અંગે બતાવે છે, તે આ ક્રિયામાં બરાબર સાધવામાં આવે છે. આસનની સ્થિરતા વગર આ ક્રિયા કરી શકાય તેમ નથી. આ ક્રિયાને માટે આસનનો જય પ્રથમ અપેક્ષિત છે. જો કે ક્રિયાની આદિથી અન્ન સુધી એકજ આસન હોતું નથી, છતાં જેવાં જેવાં આસનેથી (ઉભા રહીને પણ) જે જે ક્રિયાવિભાગ કરવાનું હોય છે, તે સર્વ પ્રકારનાં આસન કરવા તરફ શરીર જે કેળવાયેલ ન હોય, તે આ ક્રિયા આરાધી શકાય તેમ નથી. “પ્રત્યાહાર” પણ આ ક્રિયાને એક મેભ છે; અને એથીજ અમુક પ્રકારનું શુદ્ધ માનસ-એકાગ્રતારૂપ ધ્યાન આ ક્રિયામાં પ્રવર્તે છે. ક્રિયાનાં સૂત્રોનાં ઉચ્ચારણ, અર્થચિન્તનાયુક્ત શુદ્ધ રીતે કરવામાં મનની સાવધાનવૃત્તિ ખાસ રહેવી જ જોઈએ, એમાં તે કંઈ સવાલ જ નથી; પરંતુ મનની જેમ વાચિક (વચનની) સાવધાનવૃત્તિ અને શારીરિક ક્રિયાની સાવધાનવૃત્તિની પણ પૂરી જરૂર રહે છે. આમ મન-વચન-કાયના શુદ્ધ વ્યાપારરૂપ આ ક્રિયા આત્મા ઉપર કેટલી અસર કરનાર થતી હશે, એનો ખ્યાલ એના અનુભવીનેજ આવી શકે. અતએ
કર્મગ”નું મંડાણ આ ક્રિયાના પાયા ઉપરજ કરવાનું શાસ્ત્રકારો ફરમાવે છે.
કર્મયોગના ત્રણ પ્રકારે જોયા.+ પૂર્વ બે પ્રકારે કરતાં ત્રીજો પ્રકાર વધુ કસરતભર્યો છે. આ ત્રણે પ્રકારને કર્મવેગ અભ્યસનીય છે. ઉપર જોયું તેમ, એ ત્રણેની અંદર આસનની સ્થિરતા અને મન-વચનકાયની સાવધાનતાની અનિવાર્ય જરૂર રહે છે. શાસ્ત્રોક્ત વિધિને સંપૂર્ણ જાળવીને આ કર્મયોગને અભ્યાસ કરવાથી ખરેખર મન ઉપર એટલી બધી અસર થાય છે, મન ઉપર એટલો બધો કાબૂ મેળવાય છે અને વચન-શરીરના વ્યાપારે તરફ એટલે બધે અંકુશ મૂકાઈ જાય છે કે પછી તે મહાત્માને જ્ઞાનગની ઉચ્ચ શ્રેણી મેળવવામાં આવતી નડતરે બધી ટળી જાય છે. ખરેખર આ કર્મયોગને પ્રકથી અશુદ્ધ આવર
* ઈશ્વરપૂજન અને ગુરૂવન્દનમાં પણ સમજી લેવું.
+ કર્મવેગના ત્રણ પ્રકારનું વિસ્તૃત વિવરણ પ્રવચનસારોદ્ધાર, યોગશાસ્ત્ર, ભાષ્યત્રય, ધર્મ સંગ્રહ વગેરે ગ્રન્થમાંથી મળશે.
708.