SearchBrowseAboutContactDonate
Page Preview
Page 850
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતત્ત્વાલક, [ - At times one becomes predominant and the other becomes subordinate. ગિના પ્રકારે– જ્ઞાનયોગ અને કર્મયોગ એ રીતે પણ વેગના ભાગો પડી શકે છે. તેમાં “કમંગ’ આવશ્યક આચારને ( અવશ્ય કરવા લાયક ક્રિયાને ) કહે છે. શારીરિક પ્રવૃત્તિરૂપ આ “કર્મયોગ” પુણ્યફળને ઉત્પન્ન કરનાર છે. ”—૧ વ્યાખ્યા . પ્રથમ ક્રિયાયોગને અભ્યાસ કરવાની જરૂરત દરેક યુગાચાર્યો સ્વીકારે છે. આ ગ્રન્થનું બીજું પ્રકરણ આખું “ ક્રિયાગ ” ઉપરજ છે. દરેક માણસે પોતાની હદ વિચારીને તદનુસાર પ્રવૃત્તિ કરવી જોઈએ. યેગ્યતા મેળવ્યા સિવાય ઊર્ધ્વ ઉડ્ડયન કરવામાં લાભને બદલે નુકસાનજ અનુભવાય છે. આત્મકલ્યાણના માર્ગમાં આલસ્ય–પ્રમાદને ત્યાગ કરી વિયંસ્ફરણ કરવાની જરૂર રહે છે. શરીર ઉપર મોહ ધરાવનારાશરીર પર પડતા સાધારણ કષ્ટને સમતાપૂર્વક નહિ સહન કરી શકનારા ક્રિયાયોગને સાધી શકતા નથી. ક્રિયાયોગ એ ખરેખર એક પ્રકારની કસરત છે. એનાથી આધ્યાત્મિક જીવનને બહુ પુષ્ટિ મળે છે. શાસ્ત્રકારોએ જેવા પ્રકારને ક્રિયામાર્ગ બતાવ્યું છે, તે પ્રકારે તે ક્રિયાઓમાં બરાબર પ્રવૃત્તિ કરવી, એને “ ક્રિયાયોગ' કહેવામાં આવે છે. ક્રિયાગમાં મુખ્યતયા ત્રણ બાબતે સમજવાની છે-ઈશ્વરપૂજન, ગુરૂપૂજન અને આવશ્યક. ઈશ્વરપૂજન ઈશ્વરપૂજનને માટે બીજા પ્રકરણમાં વિવરણ આપ્યું છે. શાસ્ત્રોક્તવિધિસહિત પ્રભુપૂજા એ ક્રિયાયોગને પ્રથમ વિભાગ છે. જૈનશાસ્ત્રકારે પૂજાના, દ્રવ્યપૂજા અને ભાવપૂજા-એમ બે વિભાગે પાડે છે. દ્રવ્યપૂજામાં પ્રભુમૂર્તિસંબધી જલપ્રક્ષાલન, ચન્દનપૂજન આદિને સમાવેશ થાય છે, અને ભાવપૂજામાં ફક્ત પ્રભુચિતન અને આત્મભાવિનાનું સ્થાન છે. 696.
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy