________________
અધ્યાત્મતત્ત્વાલક,
ત્રીજુંસમાધિ” નામથી જોઈ ગયા છીએ, તે આ દૃષ્ટિમાં પ્રાપ્ત થાય છે. સમાધિનું સામર્થ્ય પરાકાષ્ઠા ઉપર જ્યારે પહોંચે છે, ત્યારે કેવલજ્ઞાનને અટકાવનારાં ઘાતિકર્મો ઉપર અત્યન્ત સખ્ત ફટકો લાગે છે. આ દૃષ્ટિમાં એવો સ્વચ્છ બધ પ્રકટ થાય છે કે જેને ચન્દ્રના પ્રકાશની ઉપમા આપવામાં આવી છે. આ દૃષ્ટિમાં આસંગ દેષને લય થાય છે, એટલે કે આ દૃષ્ટિમાં આત્મસ્વરૂપને હિતકર પ્રસંગ સિવાય અન્યત્ર પ્રવૃત્તિ હતીજ નથી. આ દષ્ટિવાળાને આત્મપરિણામ વૈરાગ્ય અને સંવેગથી બહુજ ભરપૂર હોય છે; અએવ સમાધિ ઉપર પણ આ દૃષ્ટિવાળાને આગ હેતું નથી. આ દૃષ્ટિને ગુણ પ્રવૃત્તિ બતાવવામાં આવ્યો છે, એટલે કે આ દૃષ્ટિમાં વર્તનારની સંપૂર્ણ પ્રવૃત્તિ આત્મસ્વરૂપને સ્પર્શનારી હેય છે; અને એથી કરીને આઠમા ગુણસ્થાનથી ક્ષપકશ્રેણી ઉપર ચઢવાનું આ દૃષ્ટિવાળાને દુષ્કર રહેતું નથી. ક્ષપકશ્રેણી ઉપર ચઢવાથી મેહનીયકર્મને ક્ષય થવા માંડે છે. અન્તર્મુહૂર્તમાં બારમે ગુણસ્થાન ઉપર પ્રાપ્ત થઈ સમસ્ત મેહનીયકર્મને ક્ષય કરી આત્મા કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે, કેવલી થયા પછી આયુષ્યપર્યન્ત પૃથ્વીતળ ઉપર વિહરણ કરે છે. આયુષ્યના અને શેષ ચાર ( અઘાતિ ) કર્મો ક્ષીણ કરી મુક્તિદશાને પહોંચે છે.
- આ ઉપરથી જોઈ શકાય છે કે આઠમી દૃષ્ટિમાં શ્રેણીઅવસ્થા પ્રાપ્ત થાય છે; અને સાતમી દૃષ્ટિને અધિકારી સાતમા ગુણસ્થાનવાળો છે, તથા છઠ્ઠી દૃષ્ટિવાળાઓ છઠું અને પાંચમે ગુણસ્થાને પણ સંભવે છે.
582