________________
અધ્યાત્મતત્વાક.
[ ત્રીજુંજે ઉછરંગભર્યો ભાવ ઉપ હશે, તે શબ્દોમાં બતાવી શકાય તેમ છે ખરે છે. આવો ઉછરંગભર્યો ઉલ્લાસ પ્રભુની મૂર્તિને સ્પર્શ કરતી વખતે થ જોઈએ; ત્યારે જ તે સ્પર્શનભક્તિ વાસ્તવિક અથવા મહત્ત્વની કહી શકાય.
પ્રભુપૂજન જેમ અગત્યનું છે, તેમ ગુરૂભક્તિ પણ જરૂરની છે. ગુરૂના સ્થાનમાં આવીને વિધિસર ગુરૂને વંદન કરવું જોઈએ. ગુરૂને વંદન કરી પ્રત્યાખ્યાન ગ્રહણ કરવું. પ્રાત:કાલની ક્રિયા વખતે અને પ્રસમક્ષ ગ્રહણ કરેલું પ્રત્યાખ્યાન પુનઃ ગુરૂસમક્ષ ( ગુરૂની જોગવાઈ હોય તે) ગ્રહણ કરવાની જરૂર છે. પ્રત્યાખ્યાનને સાદે અર્થ નિયમ યા પ્રતિજ્ઞા થાય છે. ઉપવાસ કરવો હોય, યા એક વખત અથવા બેજ વખત આહાર લેવો હોય, અથવા બીજી રીતે ભોજનસંબધી વ્રત લેવાનું હોય, તે તેને માટે મનમાં કરેલ નિયમ ઉપર ગુરૂમહારાજ સમક્ષ (તેમના અભાવે સ્વમુખથી) શાસ્ત્રપ્રતિપાદિત સૂત્રના ઉચ્ચારણથી સીલ મારવામાં આવે છે. સાયંકાલે સૂર્યાસ્ત પહેલાં, રાત્રિએ આહાર -પાણું નહિ કરવાના અથવા કેવળ પાણી પીવાની છૂટ રાખવાના વ્રતને માટે પણ શાસ્ત્રોક્તસૂત્રોચ્ચારણથી પ્રત્યાખ્યાન ગ્રહણ કરવામાં આવે છે.
* કેટલાકે કહે છે કે આપણે મનમાં ધાર્યું તેજ બાધા. હાથ જેડવાથી (ગુરૂસમક્ષ લેવામાં) શું વિશેષ ? પણ એ કથન, કહેનારાએની નિર્બલતા સૂચવે છે. પિતાના હૃદયમાં કઈ પણ નિયમને ગ્રહણ કરવાની દઢ ભાવના થઈ હોય, તે ગુરૂમહારાજ ય વડીલની સમક્ષ શાસક્તસૂત્રોચ્ચારણુથી તે નિયમને પેક કરવાની જરૂર છે. હમેશાં ભાવના કે પરિણામ સરખા રહેતા નથી, એ કારણથી ભાવનાના વિકાસ વખતે શાસ્ત્રવિધિપૂર્વક જે નિયમ લેવામાં આવ્યો હોય, તો પછી ભાવના શિથિલ થઈ જતાં પણ, તે નિયમને વળગી રહેવા માટે આતરશક્તિથી પ્રાયઃ ટેકે મળતું રહે છે.
1 ગુરૂવન્દન પછી ગુરૂના મુખકમળથી ધર્મોપદેશનું શ્રવણ કરવું
જોઈએ. ત્યાર પછી ગૃહસ્થ ભેજનાદિથી નિવૃત્ત થઈને ન્યાયપુરસ્સર દ્રવ્યોપાર્જનમાં પ્રવૃત્તિ કરે. સાયંકાળે પ્રતિક્રમણ કરે. રાત્રિએ અવકાશ મેળવી તત્ત્વવિચારમાં પ્રવૃત્તિ કરે અને ગુરૂના ધર્મોપદેશમાંથી જે
ૐ14