________________
અધ્યાત્મતત્ત્વાલેાક.
[ ત્રીજો
આ પાંચમી દૃષ્ટિમાં વનારાઓને ત્રણ વિભાગેામાં વિભકત કરી શકાય છે ચતુર્થ ગુણસ્થાની, પંચમગુણસ્થાની અને ષગુણસ્થાની. આમાં પ્રથમના એ શ્રાવકા કહેવાય છે અને છેલ્લા મુનિ કહેવાય છે.
હવે આપણે અહિંસા આદિ પાંચ યમા, જે સમ્યગ્નાનપૂર્વીક છે, તેને એ વિભાગેામાં વિભકત કરીશું. એક સાધુઓને યાગ્ય અને દ્વિતીય શ્રાવકાને ( ગૃહસ્થાને ) યેાગ્ય. સાધુઓને યાગ્ય યમેા ઉત્કૃષ્ટ હાવાથી મહાવ્રત કહેવાય છે, જ્યારે ગૃહસ્થાને ચાગ્ય યમા લઘુપરિમાણવાળા હાવાથી અણુવ્રત કહેવાય છે. આ અણુવ્રતા ઉપરાંત ગૃહસ્થાને માટે જૈનશાસ્ત્રકારો ત્રણ ગુણવ્રતા અને ચાર શિક્ષાત્રતા બતાવે છે. આ ઉપરથી પાંચ અણુવ્રતા સાથે એ ગુણવ્રતા અને શિક્ષાત્રતાને મેળવતાં ખાર ત્રા આરાધવાનું ગૃહસ્થધમમાં સિદ્ધ થાય છે.
ગૃહસ્થના દ્વાદશતરૂપ ધર્મનું મૂળ સમ્યકત્વ છે. સમ્યકત્વ શી વસ્તુ છે ? એ બાબત દ્વિતીય પ્રકરણના અન્તભાગમાં જોઇ આવ્યા છીએ, અને ત્યાંથી એ સમજી આવ્યા છીએ કે દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણ તત્ત્વાને યથાર્થ રીતે ઓળખી તે ઉપર દૃઢ શ્રદ્દા રાખવી એ સમ્યકત્વ છે. આ સમ્યકત્વ પ્રથમ પ્રાપ્ત કર્યાં પછી દ્વાદશત્રતના માર્ગ ઉપર આરેાણ કરાય છે.
ગૃહસ્થનાં ખાર ત્રતામાં પ્રથમ પાંચ અણુવ્રતાને લગાર વિશેષ રીતે જોઈ જઈએ.
૧ સ્થૂલ પ્રાણાતિપાતવિરમણ, અર્થાત્ સ્થૂલહિંસાના ત્યાગ, સર્વથા કેાઈ જીવને મારા નહિ, એવું વિકટ વ્રત ગૃહસ્થાથી ન પાળી શકાય એ દેખીતુ છે. એ માટે એના અધિકાર પ્રમાણે સ્થૂલ ( મેટી ) હિંસા નહિ કરવાનું વ્રત બતાવવામાં આવ્યું છે. ત્રસ અને સ્થાવર એ એ પ્રકારના જીવા પાછળ આપણે જોઇ ગયા છીએ* તેમાં સ્થાવર ( પૃથ્વી, જલ વગેરે ) જીવાની હિંસાથી સર્વથા ખચવાનુ અસંભવિત હાવાથી ત્રસ ( હાલે ચાલે એવા એઇન્દ્રિય આદિ ) છવાની હિંસા ન કરવાનું
* પ્રથમ પ્રકરણના ચૌદમા શ્લોકની વ્યાખ્યામાં.
498