________________
અધ્યાત્મતત્ત્વાલક
ત્રીજુંગતિમાં જવું પડે છે, નહિ તે ક્ષાયિકસમ્યકત્વવાળે તેજ ભવમાં મુક્તિને જ પ્રાપ્ત કરે છે. ત્રણ નરક, વૈમાનિકદેવગતિ અને અસંખ્ય વર્ષાયુષ્યવાળી મનુષ્ય-તિર્યંચગતિ, એમાંનું કોઈ આયુષ્ય બંધાયું હોય, તે ત્યાર પછી ક્ષાયિકસમ્યકત્વ પ્રાપ્ત થવા છતાં પણ તે ગતિમાં તેને જવું જ જોઈએ.
સમ્યકત્વ પ્રાપ્ત થયા પછી સંસારભ્રમણકાળ વધુમાં વધુ અડધે પુગલપરાવત્ત બાકી રહે છે, એ આપણે બીજા પ્રકરણમાં જોઈ ગયા છીએ, તે આપશમિક અને ક્ષાપશમિકને આશ્રીને સમજવું. ક્ષાયિક સમ્યવ જેને જે ભવમાં પ્રાપ્ત થયું, તે, પ્રાય: તે ભવથી ત્રીજે ભવે, અડ્ડા ચોથે ભવે મુક્તિને પ્રાપ્ત કરે છે.
અહીં + પ્રાય: કહેવાને હેતુ એ છે કે કેટલાક ક્ષાયિકસમ્યકત્વવંત પાંચમે ભવે પણ મુક્તિ પ્રાપ્ત કરે છે. આ સંબંધમાં યશોવિજયોપાધ્યાયે કર્મપ્રકૃતિની અંદર કૃષ્ણવાસુદેવ અને દુષ્ણસહસૂરિનાં ઉદાહરણ આપ્યાં છે. દુષ્પસહસૂરિ પૂર્વભવયક્ષાથિકસમ્યકત્વયુક્ત પાંચમા આરાના છેડે થવાના છે. આ ઉપરથી સમજી શકાય છે કે દેવલોકમાંથી આવનાર દુષ્ણસહસૂરિએ ક્યારે ક્ષાયિક સમ્યકત્વ ઉપામ્યું હતું. દેવેલેકમાં તે તે ઉત્પન્ન કરી શકાય નહિ, ત્યારે દેવલોકભવના પૂર્વે મનુષ્યભવમાં તે ઉત્પન્ન કરેલું હોવું જોઈએ, એમ અર્થાત સિદ્ધ થાય છે. હવે તે ( દુષ્પસહસૂરિ ) મહાત્મા આ પાંચમા આરામાં કાળધર્મ પામીને સ્વર્ગમાં, અને ત્યાંથી મનુષ્ય થઈ મુક્તિ પામનાર હોવાથી તેમનું ક્ષાયિકસમ્યકત્વ પાંચ ભવવાળું સમજી શકાય છે. ( આ ઉપરથી વર્તમાન પાંચમા આરામાં ક્ષાયિકસમ્યકત્વને સર્વથા અભાવ સિદ્ધ થતું નથી. )
કૃષ્ણવાસુદેવના સંબંધમાં વસુદેવહિંડી તથા હૈમનેમિચરિતની+
* ત્રણ પલ્યોપમની ઉત્કૃષ્ટઆયુષ્યસ્થિતિવાળી મનુષ્ય-તિર્યંચ ગતિમાં સમ્યગ્દષ્ટિવાળો ન જાય. જુઓ પ્રજ્ઞાપના સૂત્રનું પાંચમું પદ.
* ૩રમી ગાથાની વૃત્તિમાં, ૧૯૧ મા પૃષ્ઠ. + આઠમું પર્વ, અગ્યારમે સર્ગ, શ્લેક-૫૧, પર.
496