________________
રણુ. ]
SPIRITUAT LIGHT,
એ માટે અનુમાન થવામાં, ઉપર કહ્યા પ્રમાણે હેતુનું દર્શન અને હેતુમાં સાધ્યની વ્યાપ્તિ હાવાનું સ્મરણ અવશ્ય થવુ જોઇએ.
'
હેતુ ’ સાધ્ય ’
.
અનુમેય ” વગેરે બધા ન્યાયશાસ્ત્રપ્રસિદ્ધ શબ્દો છે. ‘ હેતુ ' એટલે સાષ્યને સિદ્ધ કરી આપનાર વસ્તુ. જેવી રીતે પૂ કથિત ઉદાહરણમાં ‘ ધૂમ ' હેતુનું લક્ષણ-સાધ્યથી કદાપિ ક્યાં જુદુ ન રહેવું એ છે. હેતુને ‘ સાધન' પણ કહે છે. ‘ લિંગ ’ એ પણ. સાધુનનુંજ નામાન્તર છે. ‘ સાધ્ય ’ એ, કે જે વસ્તુનું અનુમાન કરવાનું હાય. જેવી રીતે પૂર્વીત ઉદાહરણમાં અગ્નિ અનુમેય ' એ સાષ્યનું
'
9
નામાન્તર છે.
C
ઃ
ik
ખીજાના સમજાવ્યા વગર પાતાનીજ બુદ્ધિથી હેતુદ્રારા જે અનુમાન કરાય છે, તે · સ્વાર્થાનુમાન ' કહેવાય છે. ખીજાને સમજાવવા જે અનુમાનપ્રયાગ, જેવી રીતે કે અહિં અગ્નિ છે, કારણ કે ધૂમ દેખાય છે, જ્યાં જ્યાં ધમ હોય છે, ત્યાં ત્યાં અગ્નિ નિયમેન હેાય છે, જેમ રસાડામાં, અહીં પણ ધૂમ દેખાઇ રહ્યો છે, માટે અહીં અવશ્ય અગ્નિહાવી જોઇએ ”–એ પ્રકારે કરવામાં આવે છે, તે · પરાર્થાનુમાન ’ કહેવાય છે. પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન એ પાંચ પ્રકારનાં વાયે પ્રાયઃ પરા અનુમાનમાં જોડાય છે. “ આ અગ્નિવાળા પ્રદેશ હાવા બેઇએ” એ ‘ પ્રતિજ્ઞા ’ વાય છે. “ કારણ કે અહીં ધૂમ દેખાય છે ” એ “ હેતુ વાક્ય છે. “સાડાનું ઉદાહરણ આપવું” એ ‘ ઉદાહરણ ’ વાક્ય છે. ઉદાહરણ આપ્યા પછી- અહીં પણ ( રસડાની જેમ ) ધૂમ દેખાઇ રહ્યો છે ” એ ઉપનય વાક્ય છે. “ માટે અહીં અગ્નિ અવશ્ય છે” એ
""
C
"
"
.
નિગમન' વાક્ય છે.
આવી રીતે સર્વ અનુમાનામાં યથાસ ́ભવ અનુ
સન્માન કરી લેવું.
'
હેતુ ખાટા હાય, તે ‘ હેત્વાભાસ ’ કહેવાય છે. હેત્વાભાસથી સાચું અનુમાન કાઢી શકાતું નથી.
આગમ. જેમાં પ્રત્યક્ષ, અનુમાન આદિ પ્રમાણેાથી વિરૂદ્ધ કથન ન હેાય અને આત્માની ઉન્નતિને લગતા જેમાં ભૂરિ ભૂરિ ઉપદેશ કર્યાં હાય, એવું–તત્ત્વના ગંભીર સ્વરૂપ ઉપર પ્રકાશ પાડનારૂં, રાગદ્વેષ ઉપર દુખાવ ફરી શકનાર, પરમપવિત્ર શાસ્ત્ર ‘ આગમ ’ કહેવાય છે,
483