________________
પ્રકરણ.1 SevarTUAL Lterm.
વાદ-કથા માટે સભાસદ એવા હોવા જોઈએ કે જેઓ વાદીપ્રતિવાદીના સિદ્ધાન્તોને સમજવામાં બહુ કુશળ હોય, તે સિદ્ધાંતોને ધારણ કરવામાં બહુ નિપુણ હોય, એવં બહુશ્રુત તથા પ્રતિભા, ક્ષમા અને માધ્યÀભાવવાળા હોવ. આવા સભ્યો વાદી-પ્રતિવાદી બંનેની સમ્મતિપૂર્વક મુકરર કરવામાં આવેલા હોવા જોઈએ. . સભાસદોનું કર્તવ્ય એ છે કે-વાદસ્થાન સ્થિર કરવું અને જે વિષય ઉપર વાદકથા ચલાવવાની હોય તેને પ્રસ્તાવ, તથા પૂર્વ પક્ષ-ઉત્તરપક્ષને નિયમ કરવો, તેમજ વાદી–પ્રતિવાદીની પરસ્પર સાધક-બાધક યુકિતઓના ગુણ-દૂષણનું અવધારણ કરવું, વળી સમય ઉપર ઉચિત રીતે યથાર્થ તત્વને જાહેર કરી કથા બંધ કરાવવી, એવં ફલની ઉલ્લેષણ કરવી અર્થાત જે વાદી-પ્રતિવાદીને જય અને પરાજય થયો હેય, તે વિષેનું
સ્કટીકરણ કરવું. - વાદને માટે સભાપતિ એવો હોવો જોઈએ કે જે પ્રજ્ઞાવાન, આશ્વર અને મધ્યસ્થષ્ટિ હોય. પ્રજ્ઞા વગરને સભાપતિ વાદભૂમિની અંદર કઈ પ્રસંગપર તાત્ત્વિક વિષય ઉપર બોલવાનું કામ આવી પડે તે શું બોલી શકશે? એ માટે સભાપતિમાં પ્રથમ ગુણ પ્રજ્ઞા અપેક્ષિત છે. આશ્વરત્વગુણ પણ સભાપતિમાં અતિઆવશ્યકતા ધરાવે છે; નહિ તે કદાચિત કલહ-ફિસાદ ઉભો થતાં વાદકથાનું પરિણામ શું આવે ?. એ પ્રમાણે મધ્યસ્થષ્ટિ રાખવાને પણ સ્વભાવ સભાપતિને માટે અતિ જરૂર છે.
સભાપતિનું કર્તવ્ય-વાદી, પ્રતિવાદી અને સભાસદોથી પ્રતિપાદિત થયેલા પદાર્થોનું અવધારણ કરવું, વાદમાં કોઈ ઝઘડો ઉભો કરે, તે તેને અટકાવવા અને વાદ પહેલાં વાદી–પ્રતિવાદીમાં જે પ્રતિજ્ઞા થઈ હોય, અર્થાત “ જે હારે તે વિજેતાને શિષ્ય થાય ” એવી યા બીજા પ્રકારની જે પ્રતિજ્ઞા થઈ હોય, તેને પૂરણ કરાવવી તથા છેવટે પારિતોષિક આપવું એ છે.
અન્ય વિદ્વાનો વાદ, જલ્પ અને વિતંડા એમ કથાના ત્રણ વિભાગો માને છે. છલ વગેરેના પ્રયોગ જેમાં થાય, તે કથાને “જલ્પ' કહેવામાં આવી છે.
સ્વપક્ષસ્થાપન તરફ પ્રવૃત્તિ નહિ કરતાં પરપક્ષને પ્રતિક્ષેપ કરવા તરફ વાગાબર ઉઠાવો એને “ વિતંડા” કહેવામાં આવી છે. આ
47.