________________
- અધ્યાત્મતત્વાલક,
[ ત્રીજું
વ્યાખ્યા.
અહિંસા એ સર્વમાન્ય ધર્મ છે. કઈ પણ ધર્મશાસ્ત્રકાર હિંસામાં ધર્મ રહેલો બતાવી શકે નહિ. જુઓ ! મહાભારતમાં ક્યાં સુધી
" अहिंसा परमो धर्मस्तथाऽहिंसा परो दमः ।
अहिंसा परमं दानमहिंसा परमं तपः "॥ “ ઇતર સાિચા મૂય યુપુવ! . ન હિ રાવયા ગુણ વધુમાં વર્ષાવૈર”િ . . !
(અનુશાસનપર્વ, ૧૧૬ મે અધ્યાય, ૩૭–૪૧ ) અર્થાત–અહિંસા એ પરમ ધર્મ છે. અહિંસા એ પરમ દમ છે. અહિંસા એ પરમ દાન છે. અહિંસા એ પરમ તપ છે. હે કુરૂપુંગવ! આ બધું ફળ અહિંસાનું છે. સેંકડો વર્ષો સુધી અહિંસાના ગુણ ગણા કરીએ, તે પણ તેની પૂર્ણતા થઈ શકે નહિ.
આગળ વધીને મહાભારતમાં ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે –
“ વેઢા ન તત્ ર્યું: સર્વે જ્ઞાશ્વ માત ! .. सर्वे तीर्थाभिषेकाश्च यत् कुर्यात् प्राणिनां दया" ॥
(શાન્તિપર્વ) તે –“હે અર્જુન! બધા વેદો, બધા યજ્ઞો અને બધા તીથભિષેકે તે ફળ આપી શકતા નથી કે જે ફળ જીવદયાથી પ્રાપ્ત થાય છે.”
આ ઉપરથી એ સુસ્પષ્ટ સમજી શકાય તેમ છે કે હિન્દુધર્મશાસ્ત્રકારે દયાના કેટલા હિમાયતી છે. યજ્ઞના પ્રસંગે અથવા બલિદાનના પ્રસંગે જે હિંસાને પ્રચાર જોવામાં આવે છે, તે પણ શાસ્ત્રવિરૂદ્ધ છે. જે યજ્ઞમાં કે જે પૂજામાં પશુવધ કરવામાં આવે, તે યજ્ઞ કે તે પૂજા ધર્મસાધક માની શકાય નહિ, એમ તટસ્થષ્ટિથી જેનાર કોઈ પણ વિચારક સમજી શકે તેમ છે. પશુહત્યાવાળું કોઈ પણ કામ સુકૃત્ય હોઈ શકે નહિ, એ નિઃસંદેહ શ્રદ્ધેય સિદ્ધાન્ત છે. આ વાતને મહાભારતમાં કેવી સખ્તાઈથી પ્રતિપાદન કરવામાં આવી છે, તે જુઓ ! –
240