________________
પ્રકરણ ]
SPIRITUAL LIGHT. ત્રીનું ક્ષાયિક સમ્યકત્વ, એ ઉંચા પ્રકારનું સમ્યક છે. ઉપર્યુક્ત શુદ્ધ, અશુદ્ધ અને મિશ્ર એ દર્શનમોહના ત્રણ પુજે અને અતિતીવ્ર (અનન્તાનુબંધી) ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાય, એમ એ સાતને મૂલતઃ ક્ષય થવાથી પ્રકટ થનારૂં સમ્યકત્વ ક્ષાયિકસમ્યકત્વ કહેવાય છે. આના બે વિભાગ પાડી શકાય છે.–શુદ્ધ ક્ષાયિક અને અશુદ્ધ ક્ષાયિક. તેમાં પહેલું કેવલજ્ઞાનીઓને અને બીજું છદ્મસ્થાને હોય છે.
બીજી રીતે સમ્યકત્વના ત્રણ પ્રકાર પાડવામાં આવ્યા છે-કારક, રોચક, અને દીપક. યથાર્થતશ્રદ્ધાન પ્રમાણે યમ-નિયમાદિઆચરણ જે ઠીક ઠીક હોય, તો તે કારક સમ્યકત્વ છે. આચરણમાં ન મૂકી શકવાની સ્થિતિ સાથે સંબંધ ધરાવતું સમ્યકત્વ રોચક સમ્યકત્વ છે. છવાજીવાદિ તત્વો ઉપર પતે શ્રદ્ધાળુ નહિ હોઈ કરીને પણ બીજાઓના ઉપર તે તરોનો યથાર્થ પ્રકાશ પાડવો તેને દીપક સભ્યત્વ કહેવામાં આવ્યું છે.
મેક્ષપ્રાપ્તિનું મૂળ જેમ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ , ચારિત્ર છે, તેમ સંસારરૂપ વૃક્ષનું મૂળ પણ મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર છે. દર્શનનું મિથ્યાપણું ટળી જતાં જ્ઞાનનું મિથ્યાપણું એની સાથેજ ટળી જાય છે. અને એ બંનેમાં સમ્યકત્વનો પ્રાદુભવ સાથેજ થાય છે. દર્શન અને જ્ઞાનમાં સમ્યકત્વ પ્રાપ્ત થતાં ચારિરૂ ત્રની દુર્લભતા રહેતી નથી. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનને પરસ્પર અવિનાભાવ ( એકબીજાથી જુદું ન રહેવું એવો ) સંબન્ધ છે. સમ્યગ્દર્શન જેને પ્રાપ્ત થયું, તે મિથ્યાજ્ઞાની નહિ, કિન્તુ સમ્યજ્ઞાનીજ છે. જેનામાં સમ્યગ્દર્શન નથી, તેને જ્ઞાનાવરણીય કર્મને ક્ષયોપશમ ગમે તેટલે પ્રબળશક્તિવાળો હોય અને તે ગમે તેટલું શ્રુતજ્ઞાન યા શાસ્ત્રવિદ્યા ધરાવતે હોય, પણ તે સમ્યજ્ઞાની નથી કિન્તુ મિથ્યાજ્ઞાની છે. આ માટે મોક્ષપ્રાપ્તિના સાધનોમાં સમ્યગ્દર્શનને પ્રથમપદ આપવામાં આવ્યું છે. જ્ઞાનાવરણના ક્ષયપશમની અથવા ચારિત્રથી ઉત્પન્ન થતા કષ્ટની પાછળ સમ્યકત્વ અનુસરવા બંધાયેલ નથી, કિન્તુ સમ્યગ્દર્શનની પાછળ એ બને વસ્તુઓ ખેંચાઈ ઘસડાતી આવે છે. આજ માટે શાસ્ત્રમાં સમ્યગ્દર્શન તરફ પુનઃ પુનઃ ભાર દઈને લક્ષ્ય ખેંચવામાં આવ્યું છે. સમ્યગ્દર્શનને વિરોધી મિથ્યાદર્શન છે. તો જેવા રૂપે અવસ્થિત છે, તેવા રૂપે તેને
807