________________
અધ્યાત્મતત્ત્વાલક,
[ બીજું
યાખ્યા.
જેઓને સુદેવ અને કુદેવમાં શું ફર્ક છે, એનું બિલ્કલ જ્ઞાન નથી, એ અતિમૂઢ મનુષ્યને એકદમ ધર્મના વિશેષ પ્રકારે સમજાવવા, એમાં લાભ નથી. તેવાઓને પ્રથમતઃ ધર્મના સામાન્ય માર્ગે જોડવા જોઈએ. સામાન્ય માર્ગમાં શિક્ષિત થયા પછી એઓને ધર્મને વિશેષ માર્ગ સમજાવવું જોઈએ. આમ કર્યોથી એઓનો આત્મા ક્રમશઃ ઉન્નતિ ઉપર આવી શકે છે.
આ બાબતને ધ્યાનમાં રાખીને આ લોક અને આના પહેલા લેક અવલોકવાનો છે. આ બંને બ્લેકમાં એમ કહેવામાં આવ્યું છે કે જેઓ અત્યંત મુગ્ધ છે છતાં કલ્યાણુભિલાષી છે, તેવાઓને પ્રથમતઃ સામાન્ય ઈશ્વરપૂજા તરફ શ્રદ્ધાળુ બનાવવા જોઈએ. તેવાઓને એકદમ અમુકજ દેવ ઉપર આગ્રહ બંધાવી આપવો, એ શ્રેયસ્કર નથી. સર્વ દેવતાઓને પૂજવા તરફ તેઓની પ્રથમ પ્રવૃત્તિ લાભદાયક છે. સર્વ દેવતાએને પૂજતાં પૂજતાં જ્યારે સર્વ દેવતાઓને તેઓ ઓળખતાં શિખશે અને ધીરે ધીરે જેમ જેમ તેઓના હૃદયમાં એક-બીજા દેવતાઓનું વિચિત્ર સ્વરૂપ જાણવામાં આવશે, ત્યારે તેઓને એ વાત સ્વતઃ સમજાઈ આવશે કે દહીં અને દૂધ બંનેમાં પગ રાખવો ન જોઈએ. અને એથી એઓને વાસ્તવિક દેવતા ઓળખવાની જિજ્ઞાસા ઉભી થશે અને એ રીતે એઓ યથાર્થ દેવનું સ્વરૂપ સમજવાની સાથે તેની સેવાનો લાભ લેવા ભાગ્યશાળી થશે.
આજ ક્રમથી મનુષ્યને તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કુળધર્મના દેવતાનેજ કુળધર્મની દષ્ટિએજ પરમેશ્વર તરીકે માનનારા મન્દબુદ્ધિવાળા મનુષ્યોને આપણે એકદમ જે એમ કહીએ કે-“ તારા દેવને માનવા છોડી દે, આ અમુકજ દેવને માન” તે એથી શું તે મૂઢ માણસ પિતાના મનાતા દેવને માનતે છેડી દે ખરે ? અરે ! એથી તો એના હૃદયમાં ઉલટી અસર થાય. પરંતુ જ્યારે એને એમ કહેવામાં આવે કે-“ ભાઈ ! ! કોઈ દેવતાની નિન્દા કરવી નહિ, આપણે તે બધા દેવોને માનવા ” તે એથી એના હૃદયમાં કંઈક શાંતિ ઉત્પન્ન થાય ખરી. આ માટે મૂઢ મનુષ્યોને તદનુકૂળ સરલતાવાળો સામાન્ય ધર્મને
236