________________
SPIRITUAL LIGA'T. નિશાન તાકવામાં આવે, તે નિશાનબાજ થવાને અભ્યાસ સારી રીતે કરી શકાય છે. આવી રીતના અભ્યાસથી ફળસિદ્ધિ મેળવવા ઉપરાંત જીવવધના પાકથી દૂર રહેવાય છે. અતએ પ્રાચીન ક્ષત્રિય સત્પર એવાજ અભ્યાસથી નિશાનબાજ થતા હતા. પરંતુ દુઃખની વાત છે કે તે રિવાજ ભૂલાઈ ગયે અને જીવના જોખમે પ્રાણિવધ કરવામાં ક્ષત્રિઓ શખી થતા ગયા.
રાજા-મહારાજાઓ પ્રજાના રક્ષક કહેવાય છે. આમ છતાં તેઓ જાનવરેને શિકાર કરવામાં મચ્યા રહે છે, તે એ ઉચિત લેખાય ખરું? શું મનુષ્યની માફક પશુઓ રાજાની પ્રજા નથી ? મનુષ્યને પ્રજા તરીકે રક્ષણ કરનાર રાજાઓએ પશુઓને પ્રજા તરીકે ગણી તેઓનું રક્ષણ શું કરવું જોઈતું નથી ? જે શિકારને સંસ્કૃત વાણીમાં પાપદ્ધિ કહેવામાં આવે છે, તે પાપની સમૃદ્ધિરૂપ શિકારને રાજાઓ, ક્ષત્રિય કે કોઈ પણું મનુષ્ય માન આપી શકે ખરે ?
ક્ષત્રિયેની મહત્તા યા ઉદારતા ત્યાં સુધી સાંભળીએ છીએ કે તેઓને કોઈ દુશમનની સાથેની લડાઈમાં ઘણું જ નુકસાન વેઠવું પડ્યું હોય, અને તેઓના મનમાં એમ થઈ આવ્યું હોય કે “દુશમન જે હાથમાં આવે તે તેના ટુકડા કરી નાંખ્યું ” તો પણ પેલે દુમન જે મેઢામાં ઘાસ લઈને આવે, તે તેઓ તેને માફી બક્ષીને છોડી દે છે ” જેઓને માટે આવી ઉદારતે ગવાય છે, એવા ક્ષત્રિય-રાજાઓ, હમેશાં મોઢામાં ઘાસ રાખનારા, નિરપરાધી, કૃપાપાત્ર એવા પશુઓ ઉપર ગોળી ચલાવે, એઓને કતલ કરવામાં શેખ માને, એ કેવું ઘેર આશ્ચર્ય ?
દરેક વિચારક સમજી શકે છે કે બીજાને પ્રાણુ લેવાને કાઇને હક્ક છે ખરે ? પારકી વસ્તુ વગર પૂગ્યે ઉઠાવવાને જ્યારે હક્ક નથી અને એથી વગર પૂછયે પારકી વસ્તુ ઉઠાવનાર ગુન્હેગાર ઠરે છે, તે પછી બીજાના પ્રાણે લેવાને કાઈને હક્ક નહિ હોવા છતાં પશુઓને શિકાર કરે, એ કે ભયંકર ગુન્હ ? જે મનુષ્ય એમ સમજે છે કે મને કોઈના પ્રહારથી જેવું દુઃખ થાય છે, તેવું દુઃખ મારા પ્રહારથી બીજાને પણ અવશ્ય થવું જ જોઈએ અને થાયજ છે ” તે મનુષ્ય કોઈના ઉપર આઘાત કરવાનું પસંદ કરે ખરે છે. પિતાના પ્રાણ માટે પ્રાણી પોતાનું સર્વસ્વ
167