________________
અધ્યાત્મતત્વાક. છીએ. ઉમેદે કોઇની પૂર્ણ થઈ નથી. હૃદયભવનમાં એક ને એક ઉમેરો સ્થાન મળેલું જ રહે છે.
તૃષ્ણા નદીનું પૂર જ્યારે જોરથી વહેવા માંડે છે, ત્યારે આત્મા બિટકુલ બેભાન થઈ જાય છે, ત્યાં સુધી કે, પિતાના માતા-પિતા અને ભાઈ-બેન વગેરે કુટુંબ પ્રત્યેની ફર્જ પણ ભૂલી જાય છે. તૃષ્ણાનું જ્યારે આવું ભયંકર પરિણામ છે, તે પછી તૃષ્ણાવાળો બીજા માણસનું ભલું કરવાં તે કયાંથી જ નવરે થાય ? તૃષ્ણાના ધોધમાં બેહેશ બની રહેલાઓ પોતાનું પેટ ભરે કે પારકાનું ભલું કરવા જાય ! જ્યાં પિતાનું જ. પેટ પૂરૂં ન ભરાતું હોય, ત્યાં પરોપકારનો મન્ત્ર જપવાની શી પ્રત્યાશા. આ માટે શાસ્ત્રકારો ઉપદેશ કરે છે કે જેઓએ પરોપકારના ક્ષેત્રમાં વિહરવું હોય, તેઓએ ખસૂસ કરીને મેહરૂપ તૃષ્ણાને દેશવટે આપી દેવો જોઈએ.
તૃષ્ણ પિશાચણીને માત્ર એજ છે કે-“અને મારૂં. ” આ મુત્રને જનારાઓ-“હું મટે, હું ડાહ્યો,” અને “મારી સ્ત્રી, મારે છોકર, મારૂં મકાન” એવા પ્રકારની મોહજાળમાં ફસ્યા રહે છે, જેથી જનસેવા તરફ તેઓને ભૂલેચૂકે પણ દષ્ટિપાત થતો નથી. તૃષ્ણનું ઉચ્ચાટન થાય, એ મત્ર, સન્તોષદેવને છે. માત્ર એ છે કે હું નહિ અને “મારૂં નહિ.' આ મન્ટના ઉપાસક “હું આવો ને હું એ” એવા ફડાકાઓ મારતા નથી, અને “આ મારૂં ને તે મારૂં ” એવી આભિમાનિક કલ્પનાઓ તેઓના હૃદયમાં સ્થાન મેળવતી નથી. એથીજ એઓને આત્મા પોતાના ઉદારભાવનાં કિરણો સર્વત્ર પ્રસારી શકે છે, અને પિતાની સમજવલ જીવનપ્રભાથી જગતને આલેકિત કરે છે. पूर्वोक्तमेवाऽर्थ स्पष्टयतिकार्यान्तरं नावशिष्यते मे कार्य विधायेदमिति स्वचित्ते । कुवन् सुमेधा अपि तत्समाप्तौ कार्यान्तरं कर्तुमनाः पुनः स्यात्॥२६॥ ___ * " अहं ममेति मन्त्रोऽयं मोहस्य जगदान्ध्यकृत् । . अयमेव हि नपूर्वः प्रतिमन्त्रोपि मोहजित् " ॥
વેગીન્દ્ર યશોવિજયજી, જ્ઞાનુસાર, 98