SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતત્વાક. and also the nonexistence of his ancestors because he does not see them in his own lifetime. So, from above, men with limited perception are not justifled to impeach the validity of inference with regard to the existence of what is beyond the power of their senses and mind such as Soul, Karma, Rebirth, Emancipation, Merit Demerit &c. અતીન્દ્રિય પદાર્થો પર વિશ્વાસ રાખવો જોઈએ જ પક્ષ પદાર્થો, આવરણયુક્તદષ્ટિવાળા લોકોના પ્રત્યક્ષજ્ઞાનમાં આવી શકતા નથી, આમ છતાં પણ અતીન્દ્રિયજ્ઞાનધારી (સર્વજ્ઞ) પુરૂષોએ કરેલા ઉપદેશોને આધારે પુરૂષે અતીન્દ્રિય પદાર્થો ઉપર વિચારપૂર્વક દઢ શ્રદ્ધા ધરાવે છે. ”-૧૫ વ્યાખ્યા:-- વાંચનાર દઢતાથી સમજી શક્યા છે કે-આત્મા, પુણ્ય, પાપ અને પલેક બરાબર વિદ્યમાન છે. આસ્તિકોનું આસ્તિકપણું પુણ્ય, પાપ આદિ પરેક્ષતાની માન્યતા ઉપર આધાર રાખે છે. કેવલપ્રત્યક્ષ પ્રમાણ માનવાથી તત્ત્વજ્ઞાનને માર્ગ મેળવી શકાતો નથી અને આત્મજીવન બહુ ખરાબીમાં મૂકાય છે. કેવલ પ્રત્યક્ષપ્રમાણુવાદીને પણ ધૂમના દર્શનથી અગ્નિ હોવાનું અનુમાન સ્વીકારવું પડે છે. નહિ દેખવા માત્રથી વસ્તુને અભાવ માનો, એ ન્યાયસંગત કહી શકાય નહિ. ઘણી વસ્તુઓ હયાત છતાં દૃષ્ટિગોચરમાં આવતી નથી, એથી એને અભાવ સિદ્ધ થઈ શકે નહિ. આકાશમાં ઉડેલું પક્ષી એટલે ઉંચે ગયું કે તે નજરથી દેખી શકાતું નથી, એથી કરી તેને અભાવ સિદ્ધ થાય નહિ. આપણા પૂર્વજો આપણાથી દેખાતા નથી, એથી, એઓ નહોતા, એમ કહેવાને કોઈ હિમ્મત કરી શકે નહિ. દૂધમાં ભળી ગયેલું પાણી જોઈ શકાતું નથી, એથી એને અભાવ માની શકાય નહિ. સૂર્યના અજવાળામાં તારાઓ દેખાતા નથી, એથી એનું નાસ્તિત્વ કહી શકાય નહિ. આવાં અનેક દષ્ટાન્ત ઉપર દષ્ટિ કરવાથી કોઈ પણ બુદ્ધિમાનને એવો નિશ્ચલ વિશ્વાસ થઈ શકે તેમ છે કે 70 .
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy