________________
SPIRITUAL LIGHT.
પછી પણ રાગ-દ્વેષનો પ્રાદુર્ભાવ થવાની આપત્તિ શી રીતે હઠાવી શકાશે ? માટે એ સિદ્ધ વાત છે કે–આત્માને રાગ-દ્વેષને પરિણામ અમુક વખતથી ઉત્પન્ન થયેલ નથી, કિન્તુ અનાદિકાલને છે. જેમ અનાદિકાલથી માટીથી સંબન્ધ રાખતા સુવર્ણને ચાકચિક્ય સ્વભાવ ઢંકાયેલું રહે છે, તેમ આત્માનું સચ્ચિદાનન્દસ્વરૂપ, અનાદિકાલનાં કર્મરૂપ આવરણના સમ્બન્ધને લીધે આચ્છાદિત રહ્યા કરે છે.
“આત્મા પહેલા અને પછી કર્મને સમ્બન્ધ ” એમ માનવું નથી બની શકતું, એ ઉપર જોયું. “કમ પહેલું અને આત્મા પછી” એ વાત તે બેલાયજ કેમ ? એ ખુલ્લું છે, કેમકે એમ કહેવામાં આત્મા ઉત્પન્ન થનારે અને વિનાશી ઠરે છે. એ સિવાય આત્માના અભાવે કર્મ વસ્તુજ બની શકે નહિ. આ રીતે બંને પક્ષો જ્યારે ઘટી શકતા નથી, ત્યારે “આત્મા અને કમ એ બંને સાથે–અનાદિસંયુક્ત છે” એ ત્રીજો પક્ષ અર્થાત સિદ્ધ થાય છે.
જૈનશાસ્ત્રમાં કર્મના મુખ્ય આઠ પ્રકારે બતાવ્યા છે-જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મેહનીય, આયુ, નામ, ગોત્ર અને અન્તરાય. એ હવે નવું કહેવાનું રહેતું નથી કે “ આત્મા અસલ સ્વરૂપે અનન્તજ્ઞાનરૂપસચ્ચિદાનન્દ છે, પરંતુ પૂર્વોક્ત કર્મોના આવરણવશાત તેનું મૂલ સ્વરૂપ આચ્છાદિત છે.”
જ્ઞાનાવરણ કર્મ, આત્માની જ્ઞાનશક્તિને દબાવનાર છે. જેમ જેમ આ કર્મ વધારે મજબૂત થાય છે, તેમ તેમ તે જ્ઞાનશક્તિને વધારે આચ્છાદિત કરે છે. બુદ્ધિને અધિકાધિક વિકાસ થવાનું પ્રધાન કારણ, આ કર્મનું શિથિલ થતું જવું, એ છે. આ કર્મને સપૂર્ણ ક્ષય થયે કેવલજ્ઞાન (સકલ લેક-અલેકના સમગ્ર પદાર્થોનું પ્રત્યક્ષજ્ઞાન) પ્રકટ થાય છે.
દર્શનાવરણ કર્મ, દર્શનશક્તિને દબાવનાર છે. જ્ઞાન અને દર્શનમાં વધુ અન્તર નથી. સામાન્ય આકારના જ્ઞાનને “દર્શન” નામ આપ્યું છે. જેવી રીતે કોઈ મનુષ્યને દૂરથી જોતાં સામાન્ય રીતે જે મનુષ્યત્વમાત્રનું
ભાન થાય છે, તે દર્શન છે; અને પછી વિશેષ પ્રકારે જે બોધ થવો, એ • જ્ઞાન છે. નિદ્રા આવવી, આંધળાપણું, બહેરાપણું વગેરે આ કર્મનાં ફળ છે,