________________
અધ્યાત્મતવાલા.
વ્હેલ બનેલા અને ચાલવાના પરિશ્રમથી મુંઝાયલા તે માણસને રસ્તામાં કાઇ વૃક્ષ પણું જો ન મળે, તો તેને કેટલા બધા ગભરાટ થાય છે; જગલમાં આવી ચઢેલા માણસને ધાર અધારી રાત્રિ કેવી પિશાચની જેવી લાગે છે, તેવી સ્થિતિમાં તેને લગારે પ્રકાશ જોવામાં ન આવે, તે તે વખતે તેનું હૃદય કેટલું ભડકી ઉઠે છે; ઠંડી ઋતુમાં, વળી હિમ પડ્યો હોવાથી વસ્ત્રરહિત દરિદ્ર માણસને એવી સપ્ત ટાઢ ચડી ગઇ હોય કે જેને માટે અગ્નિનેા તાપ લેવાની જરૂર રહેતી હોય, તો એવી સ્થિતિમાં તેને એવા રણવગડામાં કદાચ અગ્નિને યાગ ન મળે, તેા તેની શી દશા થાય ? વાચક ! આથી વધુ ભયંકર સ્થિતિ અધ્યાત્મહિત જિન્દગીવાળને માટે સમજવી જોઇએ.
ઉપરની હકીકત ઉપર નજર કરતાં જણાઇ આવે છે કે જેમ સમુદ્રની મુસાફરીએ નિકળેલા દ્વીપની રાહ જોઇ રહ્યા છે, મરૂદેશના સપાટ મેદાનમાં ચાલનાર મનુષ્ય વૃક્ષની શોધ કરી રહ્યો છે, જંગલમાં આવી ચઢેલા માણુસ, ધાર અધકારના ફેલાવ થતે પ્રકાશ દેખવા તરફ નજર કરી રહ્યો છે અને પેલા શરદીથી ઠરી ગયેલા, અગ્નિ મેળવવા તરæ તાક મારી રહ્યો છે, તેજ પ્રમાણે જગતના પ્રાણિઓને પણ અધ્યાત્મની તેટલીજ આવશ્યકતા ( જેટલી પેલાને દ્વીપ, વૃક્ષ, દીપક અને અગ્નિની છે, ) હાવાથી દરેક પ્રાણીએ અધ્યાત્મની શોધ કરવાની છે. ટાઢે મરતા માસ અગ્નિને માટે જેટલા આતુર રહે છે, તેટલીજ આતુરતા અધ્યાત્મને માટે જાગૃત થવી જોઇએ.
કાઇ પણ વસ્તુ મેળવવા માટે પહેલાં તે વસ્તુની ઇચ્છાને અંકુરા પુરે છે, ત્યાર પછીજ તે વસ્તુ મેળવવા પ્રયાસ કરવામાં આવે છે. જેમ જેમ ઈચ્છા પ્રબળ થતી જાય છે, તેમ તેમ ઉદ્યમ કરવા તરફ વધુ વીર્યસ્ફારણ થાય છે. આ પ્રમાણે પ્રસ્તુતમાં પણ આધ્યાત્મિક જિન્દગી પ્રાપ્ત કરવાને પહેલાં અભિલાષા ઉત્પન્ન થવી જોઇએ, ત્યારેજ તેને માટે પ્રયત્ન કરી શકાશે. ઉપર્યુક્ત દ્વીપ, વૃક્ષ, દીપક અને અગ્નિને મેળવવાને આતુર થયેલા માસા સદ્ભાગ્યે તે પાતાના ઇષ્ટતે મેળવી શકે, પણ અધ્યાત્મમાર્ગ મેળવવે એ સુકર્ નથી. અરે ! આત્માન્નતિના રસ્તે ચાલવાને ઉમેદવાર થવું, એ પણ ક્યાં સુલભ છે? વાડી, લાડી, ગાડીના રંગ જોઇને જેએની આંખા ચક્કર ખાઈ
99