________________
SPIRITUAL LICHT.
successful in the attainment of the object in viuw, otherwise, all his practices would be of no avail.
ધ્યાન, મન, તપ અને અનુષ્ઠાન, એ બધું અધ્યાત્મના માર્ગ સમુખ હોવું જોઈએ. એમ જે ન હોય, તે તે કલ્યાણનાં સાધક થઈ શકે નહિ. હમેશાં દરેક પ્રવૃત્તિમાં લક્ષ્ય બાંધવાની જરૂર છે. લક્ષ્યને સ્થિર કરી તદનુકૂલ પ્રવૃત્તિ કરવામાં આવે, તે જ તે પ્રવૃત્તિ સફળ થઈ શકે છે.”–૪ વ્યાખ્યા:
સાધ્યને લક્ષમાં નહિ લીધેલા ધનુર્ધરની બાણુ ફેંકવાની ચેષ્ટા જેમ નિષ્ફળ જાય છે, તેમ સાધ્યને સ્થિર કર્યા વગર કરાવી તમામ ક્રિયાઓ નિરર્થક જાય છે. આત્મસ્વરૂપને પૂર્ણ પ્રકાશ થશે, એ ખરું સામ્બ દરેકે ધ્યાનમાં રાખવું જોઈએ-પિતાના દષ્ટિબિન્દુ પર સ્થાપિત કરવું જોઈએ એ સાધ્યને સિદ્ધ કરી આપનાર માર્ગની શોધ કરવી જોઈએ. માર્ગની શેધને માટે દુરાગ્રહને ત્યાગ કરી શાને ગર્ભ તપાસવો જોઇએ. પરમ જિજ્ઞાસુ–બુદ્ધિએ અને આત્મકલ્યાણની તીવ્ર ઉત્કંઠાથી અવલકાતાં શાસેમાંથી આભેંન્નતિને નિષ્કલંક માર્ગ મેળવી શકાય છે.
જે મનુષ્ય પિતાના લક્ષ્યપર સ્થિર છે, તેને પિતાના પ્રયત્નમાં હાનિ ઉઠાવવી પડતી નથી. ધારેલા લક્ષ્યને ચૂકી જનાર મનુષ્યને પડતાં વાર લાગતી નથી. પેલે નટ કે જે વાંસ પર ચઢીને દેરડા ઉપર નાચ કરી રહ્યો છે અને જેને જોવા માટે હજારે માણસે એકઠા થયા છે. આવી સ્થિતિમાંહજારે માણસના શેર બકેર વચ્ચે તે નટ દેર પરથી નીચે જે પડતે નથી, તેમજ માથે પાણીનાં ભરેલાં બેડાં ઉઠાવીને ચાલતી સ્ત્રીઓ એક બીજીની સાથે વાત કરતી જાય છે, હાસ્યવિનોદ કરતી જાય છે, તાલિઓ દેતી જાય છે, એમ છતાં પણ તેણીઓના માથા ઉપરથી બેડાં જે પડતાં નથી, તે બંનેનું કારણ માત્ર એકજ છે, અને તે એજ છે કેદાર પર નાચતા પેલા નટનું લક્ષ્ય ફક્ત પોતાના હાથમાં રાખેલા વાંસ ઉપર અને પેલી બેડાંવાળી સ્ત્રીઓનું લક્ષ્ય ફક્ત પિતાનાં માથાં ઉપર રહેલાં બેડાં ઉપરજ રહેલું છે. પેલે નટ કે પેલી સ્ત્રીઓ પિતાના નિશાનને ભૂલી જાયપિતાના લક્ષ્યબિન્દુને ચૂકી જાય–પિતાની દૃષ્ટિને વાંસ કે પાણીનાં બેડાં ઉપરથી લગારમાત્ર જે ચલાયમાન કરે, તે તત્કાળ પેલે નટ દેર પરથી