________________
SPIRITUAL LIGHT. અધ્યાત્મથી કેટલાકનું ભડકવું પણ સહેતુક અથવા બુદ્ધિપૂર્વક છે. વાત એમ છે કે અધ્યાત્મના અર્થનું પાલન નહિ કરનારા અને “અધ્યાત્મ
અધ્યાત્મ ” એમ પિપટની પેઠે રટનારાઓએ અધ્યાત્મની ધ્વનિને એવા રૂપમાં ફેલાવી દીધેલી છે કે જેથી “અધ્યાત્મ” શબ્દ-હું ન ભૂલતે હેઉ તે-અપમાનિત જેવો ભાસ જોવાય છે; અને એનું જ એ પરિણામ છે કે-કેટલાક કલ્યાણુભિલાષી સજજને પણ એકવાર તે “અધ્યાત્મની ધ્વનિ સાંભળતાં ભડકી જાય છે, પરંતુ આપણને અધ્યાત્મનું માત્ર નામથી કામ નથી, અધ્યાત્મના આડંબરની જરૂર નથી, કિન્તુ અધ્યાત્મના વ્યથાર્થ માર્ગની જરૂર છે. અધ્યાત્મના યથાર્થ માર્ગ ઉપર કોઈને અરૂચિ કે વૈમનસ્ય હેયજ નહિ. અધ્યાત્મની ધ્વનિ સાંભળતાં ભડકનારા સજને પણ અધ્યાત્મને ડોળ દેખીનેજ ભડકે છે; તેવાં આડંબરનાં વાતાવરણે વધી ગયેલાં હોવાથી ઘણે સ્થળે ઢંગ હેવાની કલ્પના ઉભી થાય છે, અને એથી યથાથે વસ્તુતત્વને અંધારામાં રહેવું પડે છે. અસ્તુ, ગમે તેમ છે, પણ અધ્યાત્મ વસ્તુ ઉંચા પ્રકારની અને દરેક પ્રાણીને સ્વાભાવિક રીત્યા પૂર્ણ અગત્યની છે, એમાં કઈને મતભેદ હોયજ નહિ.
જોઈએ છીએ કે “અધ્યાત્મને અર્થ નહિ સમજનારા અધ્યાત્યના વિષય ઉપર કંટાળો લાવે છે, અને કેટલાકે અધ્યાત્મને કોઈ ગહન વસ્તુ કે દુનિયા પારની ચીજ સમજી તે તરફ વિમુખ રહે છે. પણ આ સ્થિતિ સમજ વગરની છે. સમજી રાખવું જોઈએ કે અધ્યાત્મ એ જીવનનાં સર્વ અંગેમાં આત્મા તરીકે મુખ્ય આધષ્ઠાતા છે. આત્મા વગર શરીર જેમ મડદું ગણાય છે, તેમ અધ્યાત્મ વગર ગમે તેવું સંગે પાંગ જીવન પણ મૃતવત છે. આ ઉપરથી અધ્યાત્મની આવશ્યકતા કયાં સુધી છે, એ વિચારક સમજી શકે તેમ છે.
અધ્યાત્મને અર્થ–આગળ સેળમા શ્લેકમાં બતાવ્યા પ્રમાણે “આત્મિક બળ” “આત્મસ્વરૂપને વિકાસ અથવા “આત્મોન્નતિને અભ્યાસ થાય છે. અધ્યાત્મ એ છે કે- આત્માના અસલી સ્વરૂપને પ્રકાશમાં લાવવા ઉદ્યમ કરે” આત્મા સ્વરૂપે પૂર્ણ બ્રહ્મ છે. સવને આત્મા પરમાત્મા છે. કીડી અને વનસ્પતિને આત્મા પણ પ્રભુ છે; એમ છતાં પણ કર્મનાં આવરણેની વિચિત્રતાને લીધે જગતના પ્રાણિઓ જુદી જુદી વિચિત્રતા ધરાવે છે, એ કર્મનાં આવરણે જ્યાં સુધી કે નહિ, ત્યાં સુધી