SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ છંદના સામાચારી સામેવાળાના તીવ્રતમ ભક્તિભાવને જોઈ માત્ર એને વિશિષ્ટ નિર્જરા મળે, એનો ભાવોલ્લાસ વધે તે માટે ભક્તિ સ્વીકારે. પણ સામાન્ય સંયમીઓ અપરિપક્વ હોય તો ધીરે ધીરે તેઓમાં આળસ, બીજાની ભક્તિ લેવાની વૃત્તિ ઘુસી જવાની પાકી શક્યતા છે. એટલે વિશિષ્ટસંયોગો વિના તેઓએ બીજાની ભક્તિ સ્વીકારવાની ઉદારતા બતાવવી યોગ્ય નથી. દા.ત. બે વર્ષનો દીક્ષાપર્યાયવાળો સાધુ ત્રણ વર્ષના પર્યાયવાળાને કહે કે, “સાહેબ ! માત્રાનો લાભ આપો.' ખૂબ વિનંતિ કરે તો ય, જો એ મોટો સાધુ તે વખતે સાચા ભાવથી માત્રાનો પ્યાલો પરઠવવા આપે તો ય એનો પર્યાય ઘણો નાનો હોવાથી, પરિપક્વતા-પરિણતિ ન ઘડાઈ હોવાથી આળસનાપ્યાલો પરઠવવા નહિ જવાના સંસ્કાર ગાઢ બનતા જશે. આમાં ઘણાં નુકસાનો છે જ. એટલે “સામેવાળાને નિર્જરા થાય” એવા શુભભાવથી સામેવાળાની ભક્તિ સ્વીકારવાનો અધિકાર મુખ્યત્વે પરિપક્વ-પરિણત આત્માઓને જ છે. (૨) જે ગ્લાન, બાળસાધુ વગેરે છે તેઓ પોતાની ગોચરી લાવવા સમર્થ નથી. તો બીજાએ લાવેલી ગોચરીમાંથી જો તેઓ ન વાપરે તો એમનુ શરીર શી રીતે ટકે ? વાપર્યા વિના સ્વાધ્યાયાદિ યોગો શી રીતે સચવાય ? એટલે પોતાના સંયમયોગોની સાચવણી માટે આવા સાધુઓ બીજાની ભક્તિ સ્વીકારે તો એમાં કોઈ દોષ તો નથી જ, ઉલટું સંયમની રક્ષા કરવાનો નિર્ણળ પરિણામ હોવાથી પુષ્કળ કર્મક્ષય જ થાય. પિત્તવાળો સંયમી બીજાએ લાવેલ આમળા પિત્ત શાંત કરી સ્વાધ્યાયાદિ કરવા માટે જ વાપરે છે. શર્દીવાળો સંયમી બીજાએ લાવેલી સૂંઠની ગોળીઓ કાદિને શાંત કરી સંયમપાલન કરવા માટે જ વાપરે છે. હા ! જે સંયમીઓ આળસુ, પ્રમાદી હોવાના લીધે બીજાઓની ભક્તિ સ્વીકારે, આસક્તિ પોષવા માટે બીજાઓની ભક્તિ સ્વીકારે, “તમે અત્યારે મારી ભક્તિ કરશો તો હું પણ તમારી ભક્તિ કરીશ.” એવા પ્રલોભનો આપીને બીજાની ભક્તિ સ્વીકારે, બીજા વડે દોષિત વસ્તુઓ દ્વારા કરાતી ભક્તિ પણ જાણકારી હોવા છતાં સ્વીકારે તેઓ તો બધા કર્મબંધના ભાગીદાર બને છે. એમના સંયમપરિણામો તુટવા મંડે છે. નિષ્કર્ષ એ છે કે સંયમીઓને સતત મોક્ષની ઈચ્છા હોય અને માટે જ મોક્ષના ઉપાયભૂત એવા જ્ઞાન-દર્શન-ચારિત્રની ઈચ્છા પણ હોય જ. એટલે ભક્તિ લેનારો કે ભક્તિ ક૨ના૨ો સાધુ જ્ઞાનાદિની વૃદ્ધિની ઈચ્છાથી જ ભક્તિ લે છે, આપે છે. પણ જેઓ ખાવા-પીવાની આસક્તિ પોષવા ભક્તિ સ્વીકારે, જેઓ કીર્તિ વગેરેની લાલસાથી ભક્તિ કરે તેઓ મોહનીયકર્મને બાંધે. શિષ્ય : મોક્ષની ઈચ્છા પણ છેવટે તો રાગ જ છે ને ? તો એ કર્મબંધ ન કરાવે ? ગુરુ ઃ જેમ અગ્નિ પહેલા લાકડા વગેરે ઈંધનને ખાઈ જાય. ત્યાં સુધી એ અગ્નિ બળતો જ રહે. લાકડું ખલાસ થઈ ગયા પછી એની મેળે અગ્નિ ઓલવાઈ જાય. એમ મોક્ષની ઈચ્છા એ પણ આ અગ્નિ જેવી જ છે. એ પહેલા તો બધા પાપકર્મોને ખલાસ કરે. જ્યાં સુધી કર્મો ઉભા હોય, ત્યાં સુધી મોક્ષેચ્છા એમને ખતમ કરતી જાય. પાપકર્મો ખતમ થઈ જાય એટલે પછી એ મોક્ષેચ્છા પણ એની મેળે ખલાસ થાય. એટલે મોક્ષેચ્છા રાગ રૂપ હોવા છતાં એ નુકશાનકારી નથી બનતી. શિષ્ય : સંયમીમાં આ સામાચારી પાળવા માટે મુખ્યત્વે કયા ગુણો હોવા જરૂરી છે ? કે જે ગુણો વિના આ સામાચારી ભાંગી પડે ? ગુરુ : છંદના કરનાર અને એની ભક્તિ લેનાર એ બે ય માં ગંભીરતા, ધીરતા એ બે ગુણો હોવા જ જોઈએ. સંચમ રંગ લાગ્યો - છંદના સામાચારી ૦ ૨૪૦
SR No.022207
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy