SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ eeee પ્રતિપૃચ્છા સામાચારી પ્રાયઃ કરીને અહિતકારી જ બનનારા પદાર્થો જે વ્યક્તિઓને હિતકારી બનનારા હોય, તે વ્યક્તિઓને તે પદાર્થોની મંજુરી-અનુમતિ એ પણ અપવાદ માર્ગ બને. પ્રાયઃ હિતકારી એવા આંબિલ, કોઈક વિચિત્ર શરીરવાળાને વાયુનો પ્રકોપ કરાવવા દ્વારા અત્યંત નુકશાનકારક બને તો એને આંબિલ ક૨વાની ના પાડવી એ અપવાદમાર્ગ છે. પ્રાયઃ હિતકારી એવો ગચ્છવાસ અત્યંત ઝઘડાખોર, ક્રોધી સ્વભાવવાળા, ચંડરુદ્રાચાર્ય જેવા સાધુઓને નુકશાનકારી બનતો હોવાથી એમના માટે ગચ્છાવાસત્યાગ એ અપવાદમાર્ગ બને. પ્રાયઃ અહિતકારી એવું વિગઈસેવન અત્યંત અશક્ત બની ગયેલા ઘોરતપસ્વી વગેરેને ધર્મકાય=શરીરની રક્ષા માટે અત્યંત ઉપયોગી બનતું હોવાથી એના માટે વિગઈસેવન એ અપવાદ બને. આ રીતે મેં તને એકદમ સ્થૂલ ભાષામાં ઉત્સર્ગ અને અપવાદનો ભેદ સમજાવ્યો. એને બરાબર ધ્યાનથી વાંચીશ તો તને બધું બરાબર સમજાઈ જશે. ખરેખર જોવા જઈએ તો શાસ્ત્રો ભણવાની જરૂર નથી. “પરમાત્માની અનુમતિ ક્યાં છે ? અને નિષેધ ક્યાં છે ?' એ જાણવાનો એક જ ઉપાય છે. “રાગદ્વેષનો ઘટાડો ક્યાં થાય છે ? વધારો ક્યાં થાય છે ?' જ્યાં રાગદ્વેષનો ઘટાડો થતો હોય એમાં પ્રભુની અનુમતિ જ હોય. જ્યાં રાગદ્વેષનો વધારો થતો હોય એમાં પ્રભુનો નિષેધ જ હોય. એટલે પ્રભુની આજ્ઞા પાળવાની ઈચ્છાવાળાએ “પ્રભુએ શું કીધું છે ?” એ જાણવાની જરૂર જ નથી. પણ રાગદ્વેષના વધારા-ઘટાડાના ગણિત પ્રમાણે એ આત્મા પ્રવૃત્તિ કરે એટલે એ પ્રભુની આજ્ઞાનો પાલક બની જ જાય. પરંતુ રાગદ્વેષના વધારા-ઘટાડાનું ગણિત કંઈ સહેલું નથી. ભલભલા મહારથીઓ પણ આમાં થાપ ખાઈ જાય. રાગદ્વેષને વધારનારી પ્રવૃત્તિને ઘટાડનારી માનીને એ પ્રવૃત્તિ ક૨વા મંડી પડે અને ભયંકર નુકશાન પામે, એના ગણિત ખૂબ-ખૂબ સૂક્ષ્મ છે. એટલે એ સૂક્ષ્મગણિતને પકડવા માટે જ જિનાગમોનું જ્ઞાન, ચિંતન અત્યંત આવશ્યક છે. દા.ત. જિનાગમો ન ભણેલો સારો આત્મા વિચારે કે “પાપોની આલોચના એ તો રાગાદિનો નાશ કરનાર છે” અને એટલે એ ગમે તેની પાસે આલોચના કરી બેસે તો એને એવો તો ફડકો પડે કે કાયમ માટે આલોચના કરતો બંધ થઈ જાય. ભયંકર રાગદ્વેષની વૃદ્ધિને પામે. કદાચ આલોચના કરવાના લીધે જ અનંતસંસારી પણ બની જાય. પણ જિનાગમોનો સમ્યગ્ બોધ હોય. તો એ ગીતાર્થ-સંવિગ્ન પાસે જ આલોચના કરે. સાચા અર્થમાં રાગદ્વેષની હાનિ પામે. જો સુયોગ્ય ગુરુ ન મળે તો એ આત્મા આલોચના ન જ કરે અને તેમ છતાં સુયોગ્ય ગુરુ પાસે આલોચના કરવાના નિર્મળતમ પરિણામ હોવાથી એ આલોચનાદ કર્યા વિના મરે તો પણ આત્મકલ્યાણને સાધનારો જ બને. એટલે ‘જિનાજ્ઞા શું ?' એ જાણવાનો સીધો ઉપાય સરળ છે કે “રાગદ્વેષનો ઘટાડો ક્યાં ?’ પણ એ ઘટાડાવધારાનું અતિ ગુંચવાડા ભરેલું ગણિત ઉકેલવા માટે શાસ્ત્રોનો તલસ્પર્શી અભ્યાસ કરવો અત્યંત આવશ્યક છે. માટે જ શાસ્ત્રો ભણેલો સંયમી જ ઉત્સર્ગ-અપવાદનો જ્ઞાતા કહેવાય. શાસ્ત્રો ન ભણેલા સારા આત્માઓ પણ આવા ઊંડા ગણિતના અજ્ઞાની હોવાથી ઉત્સર્ગ-અપવાદના જ્ઞાતા કહેવાતા નથી. શિષ્ય ! મારે તો હજી ઘણું ય કહેવું છે. ખૂબ ઊંડાણપૂર્વક, અનેક દૃષ્ટાન્તોપૂર્વક સમજાવવું છે. પણ એમાં વિષય બદલાઈ જાય છે. એટલે અત્યારે આટલું પૂરતું છે. શિષ્ય : મારો આ છેલ્લો પ્રશ્ન છે કે પહેલા દિવસે કાપ કાઢવાની રજા માંગ્યા બાદ એ દિવસે કારણસર સંયમ રંગ લાગ્યો - પ્રતિપૃચ્છા સામાચારી ૭૦ ૨૩૨
SR No.022207
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy