SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ E WEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE SESSES આપૃચ્છા સામાચારી : જ કો'ક સંયમી ગુરુને પૂછે કે “અમુક પરિચિત સાધ્વીજીઓ મને ખાનગીમાં પાંચ મિનિટ મળવા માંગે છે કે છે તો હું મળે ?, મારે એક ટ્રસ્ટ ઉભું કરવું છે, તો હું કરું ?, મારે ફોન કરીને મારા ભાઈને અહીં બોલાવવો છે છે. મને એને મળવાની ઈચ્છા થઈ છે, તો ફોન કરે ?, મારા સ્વજનો વંદન કરવા બહારગામથી આવ્યા છે. સાથે મીઠાઈના બોક્સ લાવ્યા છે.ખૂબ વિનંતિ કરે છે. વહોરું?... આ બધી પૃચ્છા આપૃચ્છા ન ગણાય, કેમકે છે આ બધા કાર્યો તો એ સંયમીના આત્માને અહિતકારી છે. હિતકારી નથી. આમ ઉપરની ત્રણ શરતો જ્યાં પુરી થાય ત્યાં જ એ સંયમી આપૃચ્છા સામાચારીનો પાલક,જિનાજ્ઞાપલક અને માટે જ પુષ્કળ કર્મક્ષયનો ભાગીદાર બને છે. છે ઉપાધ્યાયજી તો સ્પષ્ટ શબ્દોમાં લખે છે કે પ્રચ્છનાપૂર્વમેવ વર્ષ શ્રેય નાથા, ગાજ્ઞાવિરાધનાત્ (સામા.પ્રક. ૪૬) આપૃચ્છાસામાચારીના સમ્યક્વાલન પૂર્વક જે શુભકાર્ય કરવામાં આવે તે જ સંયમીઓને કલ્યાણકારી બને. છે છે એ વિના ન બને. ગુરુને પૂછ્યા વિના, સમ્યફ રીતે=ઉપરની ત્રણ શરતોનું પાલન કર્યા વિના ભલે માસક્ષપણ છે 8 કરો ભલે ઉત્તરાધ્યયનની ૨૦૦૦ ગાથા ૨૦ દિવસમાં ગોખી લો, ભલે ઘણા બધા ધાર્મિક પુસ્તકોનું સંપાદન છે શ કરી લો, ભલે બે-પાંચ તેજસ્વી મુમુક્ષુઓને દીક્ષા આપી દો, પણ આ બધું જ જિનેશ્વરદેવની આજ્ઞાની છે વિરાધનાપૂર્વક કરાતું હોવાથી સંયમીઓને કલ્યાણકારી બની શકતું નથી જ. આ એક જ પદાર્થ જો વર્તમાનના આ તમામ સંયમીઓ અપનાવી લે તો સંયમીઓની શક્તિ, તેજ અપાર બન્યા વિના ન રહે. હા ! ગુરુ સરેરાશ છે સારા તો હોવી જ જોઈએ. શિષ્ય : તમે બધી વાત કરી પણ હું એમ કહ્યું કે ગુરુને પુછીને સારું કામ કરે કે ગુરુને પૂછ્યા વિના સારું છે કામ કરે એમાં ફર્ક શું પડે ? શિષ્ય કંઈક ખરાબ કામ કરતો હોય, એનો આશય ખરાબ હોય તો તો હજી ય છે બરાબર. પણ શિષ્ય માસક્ષપણ કરવા ઈચ્છે છે. નવી ઓળી શરૂ કરવા ઈચ્છે છે. નવું સૂત્ર ગોખવું, વિગઈ છે છે વગેરેનો ત્યાગ કરવો, દેરાસરમાં ભક્તિ કરવા જવું વગેરે સુંદર કાર્યો જ કરવાની એની ઈચ્છા છે. અને એમાં છે # એનો આશય પણ આત્માની શુદ્ધિ કરવાનો, મોક્ષની પ્રાપ્તિ કરવાનો જ છે. મલ્લિકમારીના પર્વભવની જેમ છે 8 માયા-કપટપૂર્વક તપાદિ કરતો હોય તો તો એ ખોટો. પણ એવું ન હોય તો પછી ગુરુને પૂછયા વિના કરે તો ય વાંધો? ઉર્દુ એમાં વધુ લાભ થશે. જ્યારે અચાનક જ ગુરુને ખબર પડશે કે મારા શિષ્ય અમુક સુંદર છે છે કાર્ય કર્યું છે ત્યારે તો એ ગુરુ ખુશખુશાલ થઈ બમણા આશિષ આપશે. પહેલેથી પુછીને કરવામાં તો ગુરુનો છે આવો અનેરો આનંદ, બમણા આશિષ વગેરેની શક્યતા નથી જ. તો પછી આપૃચ્છા ઉપર આટલો બધો ભાર { આપવાનું શું પ્રયોજન છે ? ગુર : તારી સૂક્ષ્મતમ પ્રજ્ઞાને ધન્યવાદ ! પણ જિનશાસનને એક એક તત્વો કશ-છેદ-તાપની પરીક્ષામાં આ સંપૂર્ણ રીતે ઉત્તીર્ણ થયેલા. શદ્ધ સવર્ણ જેવા છે એ ન ભલીશ, એના ગઢ રહસ્યોને સમજવા ? ગીતાર્થગુરુઓનું શરણ સ્વીકારવું પડે. તું મારા શરણે છે. એટલે તને એ રહસ્યો બતાવીશ. સાંભળ. - સામાન્યથી ગુરુ ૨૦-૩૦-૪૦-૫૦ વર્ષના દીક્ષા પર્યાયવાળા હોય. આટલા વર્ષો ગચ્છમાં રહીને, અનેક છે જ સંયમીઓના પરિચયાદિ કરીને, અનેક ગામ-નગરોમાં વિચરીને તેઓ ખૂબ-ખૂબ અનુભવી બની ચૂક્યા હોય. આ ઉપરાંત ગુરુ શાસ્ત્રોના સૂક્ષ્મપદાર્થોના જાણકાર હોય. સંયમજીવનના પ્રત્યેક યોગોની સૂક્ષ્મતમ માહિતી એમની છે પાસે હોય. એ યોગો કેવી રીતે સાધવા? એ યોગોમાં નુકશાનકારી તત્ત્વો કયા છે? વગેરે બધી જ બાબતોની જ રજેરજ માહિતી એમની પાસે હોય. એટલે કોઈ પણ સંયમયોગ કઈ રીતે સાધવો ? એની બધી જ વિધિના. EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE સંયમ રંગ લાગ્યો - આપૃચ્છા સામાચારી ૦ ૨૧૫
SR No.022207
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy