________________
सातियावर मशागवार रुग्रालागा -રdઉઠ્ઠ1ી ऋविहागाराम વીવમા
અશુચિભાવના
[દિરીયા nિ
મારું સામાન્ય નિયમ એવો હોય છે કે જે વિચાર અંદર જઈને મનમાં, આત્માવિરોધી, આત્માથી જુદા પુદ્ગલનાં | | | પોષણમાં સહાયક હોય તેના પ્રતિપક્ષી વિચાર કરીએ તો પેલો વિચાર નિર્બળ થઈ જાય. પ્રતિપક્ષી ભાવના
(વિચારણા) બહુ ઉપકારક છે. સામાન્ય રીતે મનુષ્યો શરીરને જ આત્મા માનીને ચાલે છે. એટલે એને શુચિ-પવિત્ર રાખવા માટેના સતત પ્રયત્નો કરે છે. સાબુ વાપરે, અત્તર છાંટે, છતાં થોડો સમય પછી તે શરીર પરસેવાવાળું થાય ત્યારે દુર્ગધ વધારે ફેંકે છે. માણસની ભ્રમણા હોય છે કે, હું શરીરને સુગંધીદાર બનાવું છું. પણ તે પાઉડર કે સ્નો, કે અત્તર થોડી જ ક્ષણોમાં શરીરને ગંધાતું બનાવી દે છે. લસણને કપૂરથી સીંચવામાં આવે તે છતાં લસણની ગંધ જેમ જતી નથી તે રીતે શરીરને ગમે તેટલું શણગારવામાં આવે, સુગંધી બનાવવામાં આવે, છતાં સુગંધીની આવરદા કલાકોથી વિશેષ રહેતી નથી. તે વિચારણા મનમાં સ્થિર કરીને પછી તેના – એ શરીરને – અત્તર, પાઉડર વગેરેથી સુગંધી બનાવવામાં | નિષ્ફળતા મળે છે. “શું સાબુના મણ ફીણ થકી કોલસો શ્વેત થાય?’ છે તે દેહ સ્વયંમાં અશુચિથી ભરેલો છે પણ જે પવિત્ર તેની પાસે આવે તેને પણ તે અશુચિમાં ફેરવી ૨ નાખે છે. એક રીતે વિચારીએ તો શરીરમાં કેટલી અશુચિ ભરેલી છે. પેટે મળ, કિડનીમાં મૂત્ર, નાકમાં
ખ, ગળામાં કફ, જીભે છારી, દાંતે મેલ, આંખે પિયાં, સર્વત્ર પસીનો, બિહામણું હાડપિંજર, ઠેર ઠેર લોહી, માંસ, ચરબી... નવ અને બારે દ્વારેથી એ દેહ ગંદકી વહેવરાવે છે.
11 શાન્ત સુધારસ