________________
सावधान माझगवीर यालागा
ગીત
રાગ પ્રભાતિ
सविमार
JI||SIી, Rઢીય]] विमाणार्थ // ૨૨૬ //.
| || શાન્ત સુધારસ - ગેય કાવ્ય ||
ઔદાસીન્ય તણું સુખ અનુભવ વિનય, તું નિત્ય ઉદારે રે, કુશલ મિલાવત લાવત વાંછિત સૂત્રે જ કહ્યું સાર રે. ઔદાસીન્ય. ૧ પરની ચિંતા જાળ તજીને, ચિંતવ શુદ્ધ સ્વરૂપ રે.. તારે શું? કોઈ વીણે કેર રે, કેરી કોઈ અનુપ રે. ઔદાસીન્ય. ૨ હિત-ઉપદેશો પણ જે ન સહે તેના પર શું? કોપે રે. નિફ્ટ એવી પરચિંતાથી નિજ સુખને શું? લોપે રે. ઔદાસીન્ય. ૩ સૂત્ર તજીને જડજન કોઈ, ભાખે મત્ત ઉસૂત્ર રે, શું કરીએ? પાયસ ઠંડી જો, તેઓ પીએ મૂત્ર ૨. ઔદાસીન્ય. ૪ કેમ ન જૂઓ? મનની પરિણતિ, નિજ નિજ ગતિ અનુસાર રે, જેનું જેવું હોય થવાનું, તે તુજથી દુર રે. ઔદાસીન્ય. ૫ હૈય ધર! મનહર સમતાને, માયાજાળ તું મેલ રે, પુદ્ગલની પરવશતા પરિહર! ટૂંકી આયુષ વેળ રે. ઔદાસીન્ય. ૬ ચેતનરૂપ અનોપમ તીરથ, અંતરનું અભિરામ રે, વિરતિભાવે નિરમળ સમરો, મળશે સુખ અવિરામ રે. ઔદાસીન્ય૭ પરબ્રહ્મનું મૂળ છે કારણ, ખોલતું કેવળજ્ઞાન રે, વિનયે ગાયેલું કર ભાવે શાંત સુધારસ પાન રે. ઔદાસીન્ય. ૮