________________
કાર્ચભાવના
| પંચદશ કાર્ચ
ભાવના ||
બીજાને દુઃખી જોઈને તે દુઃખ દૂર કરવાની ઇચ્છા થાય તે કરૂણા છે. પરાયાના દુઃખ જોઈને પોતાના આત્માની શાંતિ, મનની શાંતિ માટે જે પ્રયત્ન કરવામાં આવે છે તે કરૂણા પ્રેરિત હોય છે. અને સામાના દુઃખ જોઈને, તેની વિનંતિ સાંભળીને દુઃખ દૂર કરવાની ઇચ્છા થાય તે દયા છે. આ આપણને કરૂણા અને દયા એક લાગે પણ તેનો ભેદ છે. પારકાના દુઃખ દૂર કરવાની ઇચ્છા થાય તે = દયા છે અને પોતાને દુઃખ થયું તેને દૂર કરવાની ઇચ્છા તે કરૂણા છે. તેમાં પણ ગુણવાન પુરુષને દુઃખ આવી પડે તે વખતે પોતાને ખૂબ દુઃખ થાય છે. પ્રયત્ન કરીને પણ દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કરે. શ્રમણ ભગવાન મહાવીર મહારાજા આપણા જેવા સુખદુઃખમાં આસક્ત એવા આપણને જોઈ તેમના હૃદયમાં કરૂણા ઉત્પન્ન થઈ અને તીર્થ સ્થાપ્યું. આપણું હૃદય કરૂણાથી છલોછલ ભરેલું હોવું જોઈએ. ઇષ્ટનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ તે દુઃખ છે. આવું દુઃખ કયા સંસારી જીવન હોતું નથી? માટે કરૂણા ભાવનાથી મનને સતત ભાવિત રાખવું.
|| ૧૬9 || मगलमा ਬਰ वारसाड दियाकम होऊाम
વિહાર गावदिता