________________
શાન્ત સુધારસ ગીતમાલા: ટૂંક પરિચય જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિ મહારાજની પ્રાણવાન પરંપરામાં વિક્રમની સત્તરમી શતાબ્દીમાં થયેલા ઉપાધ્યાય શ્રી કીર્તિવિજયજી મહારાજનાં શિષ્ય ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી મહારાજે શાન્ત સુધારસ ગીતમાળાની રચના કરી છે. તેઓ જ્યારે વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા ત્યારે ચિત્તને મૈત્રી આદિ ભાવનાની વિચારધારાથી ભરી-ભરી બનાવવા માટે આ અનિત્યાદિ બાર અને મૈત્રી આદિ ચાર એમ કુલ સોળ ભાવનાને સંસ્કૃતમાં ગાઈ શકાય તેવા ઢાળમાં રચી છે. પ્રત્યેક ભાવનાના આઠ શ્લોક અને આઠ કડીમાં એક ઢાળ એમ આ સોળ દુ બત્રીસ અષ્ટકની રળિયામણી રચના કરી છે. આ ગીતમાલાની સંસ્કૃત ભાષા સુગમ છે, સહજ છે અને પ્રાસાદિક છે. આને ગુજરાતીભાષામાં લયબદ્ધ રીતે ઢાળવાની જરૂર હતી. અલબત્ત એવા પ્રયત્નો એકથી વધારે થયા છે પણ તેમાં છેલ્લા વર્ષોમાં આ. શ્રી સદ્ગુણસૂરિ મહારાજે મુક્ત પદ્યાનુવાદ રચ્યો છે અને મુનિ શ્રી ધુરંધરવિજયજીએ સમશ્લોકી પદ્યાનુવાદ રચ્યો છે. એ બંને રચના ગુજરાતીમાં સારી રીતે ગાઈ શકાય તેવી છે. તે બંને એક સાથે અહીં મૂકી છે. વળી શાન્ત સુધારસ મૂળનો ગુજરાતી ગદ્યમાં અનુવાદ આ. શ્રી ભદ્રગુપ્તસૂરિ મહારાજે કર્યો છે, તે પણ આમાં સામેલ છે જે સંસ્કૃતના અર્થ સમજવામાં ઉપયોગી છે તેથી એ પણ આપવામાં આવ્યો છે. આમ, શાન્ત સુધારસ – મૂળ, તેનો ગદ્ય અનુવાદ અને શ્રી સગુણસૂરિ મ.નો મુક્ત પદ્યાનુવાદ અને મુનિરાજ શ્રી ધુરંધર મહારાજનો સમશ્લોકી પદ્યાનુવાદ આમ ચાર રચના અહીં આકર્ષક મુદ્રણમાં સુંદર સાજસજ્જા | II સાથે મળે છે જે પ્રત્યેક સાધુ-સાધ્વી તથા શ્રાવક શ્રાવિકાને માણવી ગમશે, ગાવી ગમશે અને સંસારની ખાતૃHIMાર આસક્તિથી મળતાં ચિત્તસંતાપને સ્થાને ચિત્તસંતોષ અને તે દ્વારા ચિત્ત શાન્તિ પામી શકશે એ જ આ વિઝadh
वारसाडाय મુદ્રણ પાછળનો આશય છે અને તેમાં જ તેની સાર્થકતા છે.
दियाकमम આ બીજી આવૃત્તિવેળાએ દરેક ભાવનાની આગળ મેં ઉમેરેલા લખાણ જે તે ભાવનાને સમજવામાં ઉપયોગી થશે. પUJાદ
પ્ર. ૧૮મીયમ
गावदिताम