________________
પહ
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૧| સૂત્ર-૪૧, ૪ર પ્રવૃત્તિ કરવા પૂર્વે ભગવાનના વચનનું સ્મરણ કરે છે ત્યારે તેઓને સ્મરણ થાય છે કે “ભગવાને આ પૂજા આ વિધિથી બાહ્ય રીતે કરવાની કહી છે અને આ પ્રકારના જિનગુણના સ્મરણરૂપ અંતરંગ વિધિથી કરવાની કહી છે તે વિધિ અનુસાર હું આ ક્રિયા કરું જેથી મારી આ ક્રિયા મારામાં વીતરાગભાવને આસન્ન ઉત્તર-ઉત્તરના ભાવોને પ્રગટ કરશે.” આ પ્રકારના સ્મરણથી વીતરાગ પ્રત્યેનો બહુમાનભાવ પ્રગટ થાય છે, તેથી ક્રિયાના પ્રારંભ પૂર્વે બહુમાનગર્ભ એવું ભગવાનનું સ્મરણ થાય છે અને ભગવાન અચિંત્ય ચિંતામણિતુલ્ય છે, તેથી તેમના સ્મરણથી વીતરાગતુલ્ય થવાને અનુકૂળ સદ્વર્ય ઉલ્લસિત થાય છે.
અહીં ટીકામાં કહ્યું કે ભગવાન પારગત છે, તેથી એ પ્રાપ્ત થાય કે ભગવાન સંસારસાગરથી પારને પામેલા છે તે સ્વરૂપે ભગવાન પ્રત્યે બહુમાનપૂર્વક તતુલ્ય થવાના અધ્યવસાયથી સર્વ ક્રિયાના પ્રારંભમાં તેમનું સ્મરણ કરવામાં આવે તો તે ભાવોથી ભાવિત થયેલો આત્મા ક્રમસર અવશ્ય ભાવનાજ્ઞાનસંપન્ન થાય છે અને તે ભાવનાજ્ઞાનના બળે જ “પારગત” એવા ભગવાન તુલ્ય પોતે પણ ભવના પારને પામે છે. માટે જ સૂત્ર-૩૯માં કહ્યું કે વચનના ઉપયોગપૂર્વકની પ્રવૃત્તિ ભાવનાજ્ઞાનની યોનિ છે. I૪૧/૪૦૮
અવતરણિકા -
कथमित्याह - અવતરણિતાર્થ :
કેવી રીતે? એથી કહે છે – ભાવાર્થ :
ભગવાનનાં વચનના સ્મરણપૂર્વક કરાયેલી ક્રિયામાં ભગવાનું બહુમાનગર્ભ સ્મરણ છે. એ કેવી રીતે છે ? એથી કહે છે – સૂત્ર :
भगवतैवमुक्तमित्याराधनायोगात् ।।४२/४०९ ।। સૂત્રાર્થ :
ભગવાન વડે આ પ્રકારે કહેવાયું છે એ પ્રકારના આરાધનાયોગના કારણે ભગવાનનું બહુમાનગર્ભ સ્મરણ છે એમ પૂર્વસૂત્ર સાથે અન્વય છે. II૪૨/૪૦૯ll ટીકા :_ 'भगवता' अर्हता ‘एवं' क्रियमाणप्रकारेण 'उक्तं' निरूपितं प्रत्युपेक्षणादि 'इति' अनेन रूपेण 'आराधनायोगाद्' अनुकूलभावजननेनेति ।।४२/४०९।।