________________
૩૦.
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧સૂત્ર-૧૭, ૧૮ મોક્ષફળને પ્રતિબંધિત કરે છે. એથી તેના વ્યવચ્છેદ માટે=મોક્ષના અકારણભૂત અનુષ્ઠાનના વ્યવચ્છેદ માટે, કહ્યું કે=પ્રસ્તુત સૂત્રમાં કહ્યું કે, તે અસઅભિનિવેશવાળું નથી જ.
તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ll૧૭/૩૮૪ના ભાવાર્થ :
સંપૂર્ણ દશ પૂર્વધર મહાત્મા નિરપેક્ષયતિધર્મ માટે સમર્થ હોવા છતાં સાપેક્ષયતિધર્મ સ્વીકારે છે અને દશ પૂર્વધરથી ન્યૂન બોધવાળા મહાત્મા નિરપેક્ષયતિધર્મ માટે સમર્થ હોય અને સંયોગ અનુકૂળ હોય તો અવશ્ય નિરપેક્ષયતિધર્મ સ્વીકારે છે તે તેઓનું ઉચિત અનુષ્ઠાન છે અને તે ઉચિત અનુષ્ઠાન અસઅભિનિવેશવાળું નથી જ. આથી જ દશ પૂર્વધર મહાત્મા અસદૂઅભિનિવેશથી નિરપેક્ષયતિધર્મને સ્વીકારતા નથી. અને દશ પૂર્વધરથી ન્યૂન બોધવાળા મહાત્મા નિરપેક્ષયતિધર્મને અનુકૂળ શક્તિવાળા હોય અને સંયોગ અનુકૂળ હોય તો અસઅભિનિવેશથી નિરપેક્ષયતિધર્મને છોડીને સાપેક્ષયતિધર્મમાં જ રહેતા નથી; કેમ કે અસઅભિનિવેશવાળું અનુષ્ઠાન અત્યંત વિધિપૂર્વકનું હોય તોપણ મોક્ષપ્રાપ્તિનું કારણ બનતું નથી. તેથી જો દશ પૂર્વધર મહાત્મા નિરપેક્ષયતિધર્મ સ્વીકારે તો વિધિશુદ્ધ એવો પણ નિરપેક્ષયતિધર્મ મોક્ષનું કારણ બને નહિ. અને નિરપેક્ષયતિધર્મની શક્તિ ન હોય અથવા અનુકૂળ સંયોગ ન હોય છતાં દશ પૂર્વધરથી ધૂન પણ મહાત્મા નિરપેક્ષયતિધર્મ સ્વીકારે તોપણ તે અનુષ્ઠાન મોક્ષનું કારણ બને નહિ. એટલું જ નહિ પણ નિરપેક્ષયતિધર્મની શક્તિ હોવા છતાં સાપેક્ષયતિધર્મમાં જ ઉદ્યમ કરે તો પણ તે સાપેક્ષયતિધર્મ મોક્ષનું કારણ બને નહિ. માટે મોક્ષનું કારણ એવું અનુષ્ઠાન હંમેશાં અસદુઅભિનિવેશ વગરનું હોય છે, તેથી વિવેકી મહાત્માઓ પોતાની ભૂમિકાને અનુરૂપ અવશ્ય ઉચિત અનુષ્ઠાન સેવે છે. II૧૭/૩૮૪ના અવતરણિકા -
नन्वनौचित्येऽप्यनुष्ठानं च भविष्यति मिथ्याभिनिवेशरहितं चेत्याशङ्क्याह - અવતરણિકાર્ય :
નનુથી કોઈક કહે છે – અનૌચિત્યમાં પણ અનુષ્ઠાન થશે અને મિથ્યાઅભિનિવેશ રહિત થશે એ પ્રકારની આશંકા કરીને કહે છે – ભાવાર્થ -
પૂર્વસૂત્રમાં કહ્યું કે ઉચિત અનુષ્ઠાન હંમેશાં અસદુઅભિનિવેશ વગરનું હોય છે. ત્યાં વિચારકને પ્રશ્ન થાય કે કોઈ ભદ્રક પ્રકૃતિવાળો જીવ મિથ્યાઅભિનિવેશવાળો ન હોય છતાં કોઈક રીતે પોતાની ભૂમિકા અનુસાર ઉચિત અનુષ્ઠાનનો બોધ ન હોય તો તે અનુચિત અનુષ્ઠાન સેવન કરે તેવું બની શકે, તેથી મિથ્યાઅભિનિવેશ રહિત ઉચિત જ અનુષ્ઠાન હોય એવો નિયમ બાંધી શકાય નહિ એ પ્રકારની કોઈને શંકા થાય તેને સામે રાખીને કહે છે –