________________
૨૪
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૧૨, ૧૩
સૂત્રાર્થ :
તત્કલ્પ પરાર્થલબ્ધિવિકલને પૂર્વમાં વર્ણન કરાયેલા ગુણોવાળા ફક્ત પરાર્થલબ્ધિવિકલ એવા સાધુને, નિરપેક્ષયતિધર્મ સ્વીકાર ઉચિત છે. II૧૨/૩૭૯ll ટીકા :
'तत्कल्पस्य' निरपेक्षयतिधर्मप्रतिपत्तिसमर्थपुरुषविशेषतुल्यस्य अन्यस्यापि, 'च'शब्दः समुच्चये, परं केवलं 'परार्थलब्धिविकलस्य' तथाविधान्तरायादिकर्मपारतन्त्र्यदोषात् 'परार्थलब्ध्या' साधुशिष्यनिष्पादनादिसामर्थ्यलक्षणया विकलस्य, 'श्रेयान् निरपेक्षयतिधर्म' इत्यनुवर्तते ।।१२/३७९।।
ટીકાર્ય :
તાજી' ફત્વનુવર્તત | તત્કલ્પ=નિરપેક્ષયતિધર્મ સ્વીકારવા માટે સમર્થ પુરુષવિશેષ તુલ્ય અન્યને પણ કેવલ પરાર્થલબ્ધિવિકલને તેવા પ્રકારના અંતરાયાદિક કર્મપારતંત્રના દોષને કારણે સુંદર શિષ્યનિષ્પાદનાદિસામર્થરૂપ પરાર્થલબ્ધિવિકલને નિરપેક્ષયતિધર્મ શ્રેય માટે છે. I૧૨/૩૭૯iા ભાવાર્થ -
કેટલાક મહાત્માઓ નિરપેક્ષયતિધર્મને માટે અપેક્ષિત પૂર્વમાં વર્ણન કરાયેલા સર્વગુણોથી યુક્ત હોય છે છતાં પણ અન્ય યોગ્ય શિષ્યોને તે રીતે નિષ્પન્ન કરી શકે તેવી શક્તિ પ્રગટ કરવામાં બાધક એવાં અંતરાયાદિ કર્મવાળા હોય છે, તેથી બીજાના પ્રયોજનની નિષ્પત્તિ કરી શકે તેમ નથી તોપણ નિરપેક્ષયતિધર્મ સ્વીકારીને વીતરાગતાદિને આસન્ન આસન્નતર થઈ શકે છે તેઓને નિરપેક્ષયતિધર્મ સ્વીકારવો ઉચિત છે. તેથી એ ફલિત થાય કે જેઓએ યોગ્ય શિષ્ય આદિ નિષ્પન્ન કરેલ છે, હવે તે પ્રયોજનની સિદ્ધિ તેમના શિષ્યોથી થઈ શકે છે તેવા સાધુ અથવા જેઓમાં અંતરાય આદિ કર્મોના કારણે તેવી શક્તિ નથી તેવા સાધુ શક્તિ હોય તો નિરપેક્ષયતિધર્મના અધિકારી છે. II૧૨/૩૭૯ll અવતરણિકા :
अत्र हेतुमाह - અવતરણિકાર્ય :
આમાંપૂર્વમાં કોને સાપેક્ષયતિધર્મ અને કોને નિરપેક્ષયતિધર્મ સ્વીકારવો ઉચિત છે ? એમાં, હેતુ કહે છે –
સૂત્ર :
उचितानुष्ठानं हि प्रधानं कर्मक्षयकारणम् ।।१३/३८०।।