________________
૨૩૨
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૫૫, ૫૬ અપેક્ષા છે, માટે સિદ્ધ અવસ્થામાં ગમનરૂપ અર્થાંતરની પ્રાપ્તિ હોવાથી સિદ્ધ અવસ્થામાં જવાની ઇચ્છારૂપ અપેક્ષાની નિવૃત્તિ છે, તેમ કહી શકાય નહિ. તેનું નિરાક૨ણ ક૨વા અર્થે પ્રસ્તુત સૂત્રમાં સિદ્ધના જીવોને અર્થાંતરની પ્રાપ્તિ નથી એમ કહેલ છે અર્થાત્ આત્માથી અન્ય એવા પદાર્થના સંબંધરૂપ અર્થાંતરની પ્રાપ્તિ નથી, એમ કહેલ છે.
કેમ અર્થાંતરની પ્રાપ્તિ નથી ? તે ગ્રંથકારશ્રી સ્વયં આગળ સ્પષ્ટ કરે છે. ૫૫/૫૩૬ના
અવતરણિકા :
एतदेव भावयति
અવતરણિકાર્ય --
આને જ ભાવન કરે છે=સિદ્ધના જીવોને અર્થાંતરની પ્રાપ્તિ નથી એને જ ભાવત કરે છે
-
ભાવાર્થ :
સંસારી જીવોને ધનાદિની ઇચ્છા થાય છે ત્યારે આત્માથી વ્યતિરિક્ત એવા ધનાદિના સંબંધરૂપ અર્થાંતરની પ્રાપ્તિ છે તેનાથી ઇચ્છા શાંત થાય છે અને કોઈ એક ક્ષેત્રમાં હોય અને અન્ય ક્ષેત્રમાં જવાની ઇચ્છા થાય ત્યારે તે ક્ષેત્રમાં ગમનરૂપ અર્થાંતરની પ્રાપ્તિથી ઇચ્છા શાંત થાય છે. અને સિદ્ધના જીવો સર્વકર્મરહિત થવાથી પોતે જે અવસ્થામાં છે તે અવસ્થાથી અર્થાંતરની પ્રાપ્તિની ઇચ્છાવાળા નથી. તેથી કર્મરહિત થયા પછી તેઓને અર્થાંતરની પ્રાપ્તિ નથી. એ સ્પષ્ટ કરે છે
સૂત્રઃ
स्वस्वभावनियतो ह्यसौ विनिवृत्तेच्छाप्रपञ्चः । । ५६ / ५३७।।
જે કારણથી સ્વસ્વભાવમાં નિયત એવા આ=સર્વકર્મથી રહિત એવા મુક્ત આત્મા, વિનિવૃત્ત ઈચ્છાના પ્રપંચવાળા છે=અત્યંત ઇચ્છાના સમૂહ વગરના છે તે કારણથી સિદ્ધના જીવોને અર્થાતરની પ્રાપ્તિ નથી એમ પૂર્વસૂત્ર સાથે સંબંધ છે. ૧૫૬/૫૩૭ના
ટીકા ઃ
સૂત્રાર્થ :
-
:
-
‘સ્વસ્વમાનિયત: ' સ્વજીવસ્વરૂપમાત્રપ્રતિષ્ઠિતઃ, ‘ફ્રિ:' યસ્માર્, ‘સો’ માવાન્ સિદ્ધો ‘વિનિવૃત્તેच्छाप्रपञ्चः' अत्यन्तनिवृत्तसर्वार्थगोचरस्पृहाप्रबन्धः ।।५६ / ५३७ ।।
ટીકાર્ય :
‘સ્વસ્વમાવનિયતઃ’ • ગોચરવૃત્તાપ્રવન્ય:।। હિ=જે કારણથી સ્વસ્વભાવ નિયત=પોતાના સ્વરૂપ