________________
૨૫
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૪૯, ૫૦
વૃદ્ધિને અનુકૂળ જ તેઓની ભોગાદિમાં પ્રવૃત્તિ છે. માટે ઔત્સુક્યજનક એવી ભોગ આદિની પ્રવૃત્તિ છે અને ઔત્સક્યની નિવૃત્તિની જનક ભોગ આદિની પ્રવૃત્તિ નથી એ પ્રકારે પ્રધાન વ્યવહાર છે, તેથી પરમાર્થથી ભોગ આદિમાં સ્વાસ્થ્ય કહી શકાય નહિ. Il૪૯/૫૩૦ll
અવતરણિકા :
अत्रैवाभ्युच्चयमाह
અવતરણિકાર્ય :
આમાં જ અભ્યચયને કહે છે
આ પ્રકારે ટીકાકારશ્રીએ અવતરણિકા કરેલ છે. અમને પૂર્વનાં સૂત્રો સાથે જોડતાં અન્ય પ્રકારે અવતરણિકા ઉચિત જણાય છે જે નીચે પ્રમાણે છે –
સૂત્ર-૪૯માં કહ્યું કે ભાવસારમાં પ્રવૃત્તિ-અપ્રવૃત્તિરૂપ પ્રધાન વ્યવહાર સર્વત્ર છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેઓ વીતરાગતાને અનુકૂળ પ્રવૃત્તિ કરે છે તેઓની તે પ્રવૃત્તિ પરમસ્વાસ્થ્યનો હેતુ હોવાથી અપ્રવૃત્તિરૂપ જ છે. તેથી તેઓની પ્રવૃત્તિ પરમાર્થથી સ્વાસ્થ્ય જ છે. અને સંસારી જીવો જે ભોગાદિમાં પ્રવૃત્તિ કરે છે તે યોગનિરોધ પ્રવૃત્તિનું કારણ નહિ હોવાથી અપ્રવૃત્તિરૂપ નથી પરંતુ સંસારની પ્રવૃત્તિ કરીને અધિક અસ્વસ્થતાનું કારણ બને તેવી પ્રવૃત્તિરૂપ છે. તેથી તેઓની પ્રવૃત્તિ સ્વાસ્થ્યરૂપ નથી. આ કથન સ્વીકારવામાં પ્રમાણ શું છે ? તે સૂત્રમાં ગ્રંથકારશ્રી બતાવે છે
-
સૂત્રઃ
प्रतीतिसिद्धश्चायं सद्योगसचेतसाम् ||५० / ५३१ ।।
સૂત્રાર્થ
અને આ=ભાવસારમાં જે પ્રવૃત્તિ છે તે હિતમાં પ્રવૃત્તિ છે અન્ય નહિ એ, સદ્યોગ ચિત્તવાળા મુનિઓને પ્રતીતિ સિદ્ધ છે. II૫૦/૫૩૧]]
ટીકા ઃ
:
-
'प्रतीतिसिद्धः' स्वानुभवसंवेदितः, 'चः' समुच्चये, 'अयं' पूर्वोक्तोऽर्थः 'सद्योगेन' शुद्धध्यानलक्षणेन ये 'सचेतसः' सचित्ताः तेषाम्, संपन्नध्यानरूपामलमानसाः महामुनयः स्वयमेवामुमर्थं प्रतिपद्यन्ते, न पुनरत्र परोपदेशमाकाङ्क्षन्ते इति ।।५० / ५३१ ।।
ટીકાર્ય :
-
‘પ્રતીતિસિદ્ધ ' કૃતિ ।। શ્લોકમાં ‘ચ' શબ્દ સમુચ્ચયમાં છે. આ=પૂર્વમાં કહેલો અર્થ=સૂત્ર૪૯માં કહેલો અર્થ શુદ્ધ ધ્યાનલક્ષણસ ્ યોગથી જે સુંદર ચિત્તવાળા છે તેઓને પ્રતીતિ સિદ્ધ છે.
.....