________________
૨૨
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૮ | સૂગ-૪૮ પ્રવૃત્તિનું અને સયોગી કેવલીની પ્રવૃત્તિનું સર્વકર્મરહિત અવસ્થામાં વર્તતા પૂર્ણ સ્વાથ્યનું હેતુપણું હોવાથી, પરમાર્થથી સ્વાથ્ય જ છે. II૪૮/પર૯ll ટીકા :
'परमस्वास्थ्यहेतुत्वात्' चित्तविप्लवपरिहारेण प्रकृष्टस्वावस्थाननिमित्तत्वात् 'परमार्थतः' तत्त्ववृत्त्या 'स्वास्थ्यमेव' 'निरुत्सुकतया प्रवृत्तेः' इति संबध्यते, सा च भगवति केवलिनि समस्ति इति सिद्धं यदुत न तस्य क्वचिदौत्सुक्यमिति ।।४८/५२९।। ટીકાર્ય :
‘પરમસ્વાતુત્વા'... રિફુજિતિ | પરમસ્વાસ્થનો હેતુ હોવાથી ચિતના વિપ્લવના પરિહારથી પ્રકૃષ્ટ સ્વાથ્યનું નિમિત્તપણું હોવાથી=વીતરાગતારૂપ પરમસ્વાસ્થનું નિમિત્ત હોવાથી, પરમાર્થથીeતત્વવૃત્તિથી નિરુત્સુકપણાથી કરાયેલી પ્રવૃત્તિનું સ્વસ્થપણું જ છે એ પ્રમાણે પૂર્વગાથા સાથે સંબંધિત કરાય છે અને તે નિરુત્સુકપણાથી પ્રવૃત્તિ કેવલી ભગવાનમાં છે. તેથી સિદ્ધ થયું કે તેઓને કેવલીને કોઈ સ્થાનમાં સૂક્ય નથી. ૪૮પ૨૯
જ આ ટીકાનો અર્થ ટીકાકારશ્રીએ કર્યો છે તેના કરતાં કાંઈક જુદા તાત્પર્યમાં અમને જણાવાથી ભાવાર્થમાં તે પ્રમાણે બતાવેલ છે. ભાવાર્થ -
મહાત્માઓ અનિચ્છાની ઇચ્છાવાળા હોવાથી, ઇચ્છાના અત્યંત ઉચ્છેદ માટે જે ઉપાયો ભગવાને બતાવ્યા છે તેનું સ્મરણ કરીને અપ્રમાદ ભાવથી સંયમની ઉચિત પ્રવૃત્તિઓ કરે છે, ત્યારે સ્વાધ્યાય આદિથી આત્માને વાસિત કરે છે તેમ તેમ સંસારમાં ભાવો વિષયક ઇચ્છાનું જે બીજ અનાદિથી આત્મામાં પડેલું છે તે ક્ષીણ ક્ષીણતર થાય છે અને વીતરાગ ભાવથી જેમ જેમ આત્મા ભાવિત થાય છે તેમ તેમ તેમના આત્મામાં સંસારના પદાર્થો વિષયક ઇચ્છા થવાની શક્તિ ક્ષીણ ક્ષીણતર થાય છે. તેથી નિરુત્સુકપણાથી જિનવચન અનુસાર તે મહાત્માઓ જે પ્રવૃત્તિ કરે છે તે પ્રવૃત્તિ વીતરાગ થવા દ્વારા સર્વકર્મરહિત અવસ્થારૂપ પરમ સ્વાથ્યનો હેતુ છે. તેથી નિરુત્સુકપણાથી કરાતી મહાત્માની પ્રવૃત્તિ પરમાર્થથી સ્વાસ્થ જ છે અને સયોગી કેવલીની પ્રવૃત્તિ પણ સર્વ કર્મ રહિત અવસ્થારૂપ પરમ સ્વાથ્યનો હેતુ હોવાથી પરમાર્થથી સ્વારૂપ જ છે; કેમ કે વીતરાગ હોવાથી કોઈ ફળની ઇચ્છા નથી. ફક્ત ઉચિત કાળે ઉચિત એવો યોગનિરોધ કરીને મોક્ષરૂપ પૂર્ણ સ્વાથ્યને પ્રાપ્ત કરવા યત્ન કરે છે.
જ્યારે સંસારી જીવોની ભોગ વિષયક પ્રવૃત્તિ ભોગની ઇચ્છાના શમન અર્થે હોવા છતાં ઇચ્છાના અત્યંત ઉચ્છેદનું કારણ નથી. તેથી તે પ્રવૃત્તિથી ક્ષણભર ઇચ્છાનું શમન થવા છતાં તે પ્રવૃત્તિ પરમ સ્વાથ્યનો હેતુ નહિ હોવાથી પરમાર્થથી સ્વાચ્ય જ નથી. જ્યારે મહાત્માની પ્રવૃત્તિ વીતરાગતાની પ્રાપ્તિ દ્વારા સર્વકર્મરહિત અવસ્થારૂપ પરમ સ્વાથ્યનું કારણ હોવાથી પરમાર્થથી સ્વાથ્ય જ છે. II૪૮/પરલા