________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩/ સંકલના વળી, ગ્રંથના પ્રારંભમાં સંક્ષેપથી ધર્મનું ફળ કહેલ હોવા છતાં ગ્રંથના અંતમાં વિસ્તારથી ધર્મનું ફળ કેમ બતાવેલ છે ? તેની સ્પષ્ટતા શ્લોક-૨માં કરેલ છે. ધર્મનું વિશિષ્ટ દેવભવનું સુખ અને પ્રકૃષ્ટ મોક્ષનું સુખ છે તેની સ્પષ્ટતા શ્લોક-૩માં કરેલ છે.
ત્યારપછી ધર્મના સેવનકાળમાં કેવું સુખ થાય છે ? ધર્મના સેવન પછી સદ્ગતિઓમાં કેવું સુખ થાય છે ? સદ્ગતિઓમાં તે મહાત્માનું કેવું ઉત્તમ ચિત્ત હોય છે ? અને કઈ રીતે સદ્ગતિની પરંપરા દ્વારા સતત સુખની વૃદ્ધિને પ્રાપ્ત કરીને અંતે પૂર્ણ સુખમય મોક્ષને તે મહાત્મા પ્રાપ્ત કરે છે ? તે બતાવેલ છે.
વળી, જગતમાં જે કોઈ પણ શુભસ્થાન છે, તે સ્થાનમાં જન્મ પામનારા મહાત્માઓને ઉત્તરોત્તર ગુણવૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને તેનું ઉત્તમ સ્થાન જીવને ધર્મથી જ પ્રાપ્ત થાય છે તે શ્લોક-૪માં બતાવેલ છે. વળી, ધર્મ જીવનું એકાંત હિત છે તે શ્લોક-પમાં બતાવેલ છે. વળી, શુદ્ધ ધર્મ સેવનારને ચક્રવર્તીની પદવી સુલભ છે તે શ્લોક-કમાં બતાવેલ છે. આઠમો અધ્યાય -
ધર્મનું ફળ બતાવતાં અંતે કહે છે કે ધર્મના શ્રેષ્ઠ ફળને વધારે શું કહેવું ? પરિશુદ્ધ ધર્મના સેવનથી જગતમાં સર્વ જીવોના હિતનું કારણ એવું તીર્થંકરપણું પ્રાપ્ત થાય છે. આનાથી શ્રેષ્ઠ સ્થાન જગતમાં કોઈ નથી. આવા શ્રેષ્ઠ સ્થાનને પામીને તીર્થકરના જીવોના પાંચે કલ્યાણકમાં ત્રણ લોકને સુખ થાય છે અને પોતાના સ્વાર્થની પ્રાપ્તિ દ્વારા મોક્ષને પ્રાપ્ત કરે છે.
વળી, ધર્મના પ્રકૃષ્ટ ફળરૂપ મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પણ જે ભોગસામગ્રીનું સુખ મળે છે તે પણ અક્લિષ્ટ હોય છે. વળી, ભોગસામગ્રી શ્રેષ્ઠ કોટિની મળે છે, શરીરબળ શ્રેષ્ઠ કોટિનું મળે છે અને ભોગથી તૃપ્તિ થાય છે છતાં તે ભોગો અનર્થની પરંપરાનું કારણ બનતા નથી, પરંતુ ચિત્તની વિશુદ્ધિ દ્વારા ઉત્તરોત્તર સુખનું જ કારણ બને છે અને અંતે ક્ષપકશ્રેણી દ્વારા કેવળજ્ઞાનની ઉત્તમ પરિણતિ પ્રાપ્ત થાય છે અને સર્વ કર્મ રહિત મુક્ત અવસ્થાની પ્રાપ્તિ થાય છે.
વળી, તે મુક્ત અવસ્થામાં કેવું શ્રેષ્ઠ સુખ છે અને સંસાર અવસ્થામાં થતા મોહના, દેહના કે કર્મના કોઈ ઉપદ્રવ ન હોવાથી પૂર્ણ સ્વસ્થ આત્મા સદા વર્તે છે તેનું સૂક્ષ્મ સ્વરૂપ આઠમા અધ્યાયમાં બતાવીને ગ્રંથકારશ્રીએ ધર્મનું અંતિમ ફળ બતાવેલ છે અને તેના દ્વારા આઠમો અધ્યાય પૂર્ણ કરેલ છે.
આઠમા અધ્યાયના ક્રમિક પદાર્થો સંક્ષેપથી આ પ્રમાણે છે – તીર્થકરપણું પણ ધર્મથી જ પ્રાપ્ત થાય છે તે શ્લોક-૧માં બતાવેલ છે.
વળી, આ જગતમાં આનાથી શ્રેષ્ઠ સામગ્રી કોઈ જ નથી, પરંતુ સર્વ શ્રેષ્ઠ પદ તીર્થંકરપણું છે તે શ્લોક૨માં બતાવેલ છે.