________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩/ અધ્યાય-૧| શ્લોક-૫ શ્લોક :
सद्दर्शनादिसंप्राप्तेः संतोषामृतयोगतः ।
भावैश्वर्यप्रधानत्वात् तदासन्नत्वतस्तथा ।।५।। શ્લોકાર્ચ -
સદર્શન આદિની સંપ્રાપ્તિ હોવાથી, સંતોષ-અમૃતનો યોગ હોવાને કારણે અને ભાવઐશ્વર્યનું પ્રધાનપણું હોવાથી, મોક્ષનું આસન્નપણું હોવાના કારણે ભવ પણ મોક્ષતુલ્ય છે એમ અન્વય છે. INIL ટીકા :
'सद्दर्शनादीनाम्' अधःकृतचिन्तामणिकल्पद्रुमकामधेनूपमानानां सम्यग्दर्शनज्ञानचारित्राणां 'संप्राप्तेः' लाभात् यः संतोषामृतयोगस्तस्मात्, 'मोक्षतुल्यो भवोऽपि ही'ति संबन्धः, उपपत्त्यन्तरमाह - 'भावैश्वर्यप्रधानत्वात्', भावैश्वर्येण क्षमामार्दवादिना प्रधानः उत्तमस्तद्भावस्तत्त्वं तस्मात् सकाशात् 'तदासन्नत्वतो' मोक्षासनभावात्, 'तथे ति हेत्वन्तरसूचक इति ।।५।। ટીકા :
‘સર્જનારીના” ..... હૃત્તિ | હલકા કર્યા છે ચિંતામણિ-કલ્પદ્રુમ-કામધેનુની ઉપમાને જેણે એવા સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્યારિત્રની સંપ્રાપ્તિ હોવાથી=લાભ હોવાથી, જે સંતોષ-અમૃતનો યોગ છે તેના કારણે મોક્ષતુલ્ય ભવ પણ છે, એમ સંબંધ છે. ઉપપતિ અંતરને અન્ય યુક્તિને, કહે છે –
ભાવએશ્વર્યનું પ્રધાનપણું હોવાથી ક્ષમા-માર્દવ આદિ રૂ૫ ભાવઐશ્વર્યનું પ્રધાનપણું હોવાથી, તેનું આસાપણું હોવાથી=મોક્ષનું આસાપણું હોવાથી, ભવ પણ મોક્ષતુલ્ય છે, એમ અવય છે.
શ્લોકમાં રહેલ ‘તથા' હેતુ અંતરનું સૂચક છે શ્લોકના પૂર્વાર્ધરૂપ હેતુ કરતાં શ્લોકના ઉત્તરાર્ધરૂપ હેતુ અન્ય છે તેને બતાવનાર છે. પા ભાવાર્થ :પૂર્વસૂત્રમાં કહ્યું કે આવા પ્રકારના મહાત્માને ભવ પણ મોક્ષતુલ્ય છે. કેમ ભવ મોક્ષતુલ્ય છે ? તેમાં બે યુક્તિ બતાવે છે –
તે મહાત્માને સંસારના ચિંતામણિ આદિ ભાવો કરતાં પણ અધિક મૂલ્યવાન એવા રત્નત્રયીની પ્રાપ્તિ થયેલી હોવાથી સંતોષરૂપ અમૃતનો યોગ થયો છે માટે તેઓનો ભવ પણ મોક્ષતુલ્ય છે.