SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૬૬ संवरनिश्छिद्रत्वं शुद्धोञ्छजीवनं सुपरिशुद्धम् । विधिस्वाध्यायः मरणाद्यपेक्षणं यतिजनोपदेशः ।।३।। इत्याशङ्क्याह - અવતરણિકાર્ચ - સાદથી શંકા કરે છે – જો પરિણત ચારિત્ર પરિણામવાળો પ્રસન્ન અને ગંભીર છે અને હિતાવહ છે હિતને અનુકૂળ પ્રવૃત્તિ કરનાર છે તો તેના સ્વીકારમાં પણ ચારિત્રના સ્વીકારમાં પણ, તે તે વચનો વડે શાસ્ત્રમાં સાધુઓને અનુશાસન કેમ અપાય છે? એ પ્રકારની આશંકા કરીને કહે છે એમ અવય છે. શાસ્ત્રમાં સાધુઓને અપાયેલું અનુશાસન યથાથી બતાવે છે – ગુરુકુલનો વાસ, ગુરુની પરતંત્રતા, ઉચિત વિનયનું કરણ, તે પ્રકારની કાળની અપેક્ષાથી વસતિપ્રમાર્જનાદિમાં યત્ન, બળમાં શક્તિનું અગોપન, પ્રશાંતપણાથી સર્વત્ર=સર્વ ઉચિત ક્રિયાઓમાં પ્રવર્તન, ગુરુવચનમાં ગુરુઆજ્ઞામાં સદા મારા ઉપર અનુગ્રહ છે એ પ્રમાણે વિજલાભનું ચિતવન, સંવર-નિચ્છિદ્રપણું છિદ્ર રહિત સંવરમાં ઉદ્યમ, સુપરિશુદ્ધ શુદ્ધ ઉચ્છ જીવન–શાસ્ત્રવચન અનુસાર નિર્દોષ ભિક્ષાચર્યા, વિધિપૂર્વક સ્વાધ્યાય, મરણાદિનું અપેક્ષણ=મરણનું અપેક્ષણ અને મરણ આદિમાં રહેલા આદિ શબ્દથી ગૃહીત પ્રમાદથી થનારા કર્મના ફળનું સદા ચિતવન એ યતિજનને ઉપદેશ છે." ર૧૩-૨૧૪-૨૧૫ (યોગશતક. ૩૩, ૩૪, ૩૫) ભાવાર્થ : પૂર્વમાં સ્થાપન કર્યું કે પરિણત ચારિત્ર પરિણામવાળા મહાત્મા પ્રસન્ન હોય છે, ગંભીર હોય છે અને હિતાવહ પ્રવૃત્તિ કરનારા હોય છે, તેથી નક્કી થાય છે કે તેઓના કષાય શાંત છે માટે તેઓ પ્રસન્ન છે, સૂક્ષ્મ આલોચન કરીને પ્રવૃત્તિ કરનારા છે, તેથી ગંભીર છે અને જે એકાંતે હિતકારી પ્રવૃત્તિ છે તે કરનારા છે. અને જો ચારિત્રપરિણામવાળા સાધુ આવા પ્રકારના પરિણામવાળા હોય તો તેઓને ઉપદેશ આપવાની આવશ્યકતા રહે નહિ; કેમ કે જે સ્વયં જ ઉચિત પ્રવૃત્તિ કરનારા હોય તેઓને ઉપદેશથી કોઈ ફળની પ્રાપ્તિ થાય નહિ; આમ સ્વીકારીએ તો શાસ્ત્રમાં સંયમ ગ્રહણ કર્યા પછી ભાવસાધુને આશ્રયીને તેઓને હિતમાં પ્રવર્તાવવા અર્થે શાસ્ત્રોમાં તે તે વચનોથી અનુશાસન અપાયું છેઃઉપદેશ અપાયો છે તે સંગત થાય નહિ, એ પ્રકારની કોઈને શંકા થાય તેના નિવારણ અર્થે કહે છે – સૂત્ર : તત્સાધનાનુષ્ઠાનવિષયસ્કૂપવેશ, પ્રતિપાત્રસી, વર્મવિચાત્ દદ/૪રૂરૂા. સૂત્રાર્થ : - વળી, તેના સાધન-અનુષ્ઠાનના વિષયવાળો ઉપદેશ છે. આ=ચારિત્રનો પરિણામ, કર્મના વૈચિત્ર્યથી પ્રતિપાતી છે આથી સાધુને આશ્રયીને શાસ્ત્રોમાં ઉપદેશ છે. Iક૬/૪૩૩||
SR No.022101
Book TitleDharmbindu Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages266
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy