________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩અધ્યાય-૧| સૂત્ર-૧૦
૮૩ 'आदि'शब्दात् तथाविधश्रुतादिलिप्सास्वजनोपरोधबलात्कारादेः कारणात केषाञ्चित गोविन्दवाचकसुन्दरीनन्दऽऽर्यसुहस्तिदीक्षितद्रमकभवदेवकरोटकगणिप्रभृतीनां 'प्रवृत्तिमात्रस्य' प्रवृत्तेरेव केवलायाः तात्त्विकोपयोगशून्यायाः प्रथमं प्रव्रज्यायां, 'दर्शनात्' शास्त्रकारैरवलोकनात् T૬૦/૪ર૭ા ટીકાર્ચ -
રદ શાસ્ત્રાવનોના II અહીં=સૂત્રમાં, લિદાન' શબ્દ કારણ માત્રનો પર્યાય છે કારણનો વાચક શબ્દ છે. જે પ્રમાણે આ રોગમાં નિદાન=કારણ શું છે ઈત્યાદિ પ્રયોગમાં નિદાન શબ્દ કારણવાચક છે, તેથી દેશનામાં નિદાનનું શ્રવણ હોવાથીeભોગાફિલપણારૂપે દાનાદિ કારણનું શ્રવણ હોવાથી, કેટલાકની સંયમમાં પ્રવૃત્તિ માત્ર દર્શન છે એમ અવય છે. ભોગાદિલનાં કારણ દાનાદિ છે તે “યથાથી સ્પષ્ટ કરે છે –
જીવોને દાનથી ભોગોની પ્રાપ્તિ થાય છે, શીલથી દેવગતિની પ્રાપ્તિ થાય છે અને ભાવનાથી વિમુક્તિની નિર્લેપ ચિત્તની પ્રાપ્તિ થાય છે; તપથી સર્વકાર્યોની સિદ્ધિ થાય છે. ર૧૨ા" ()
મારિશબ્દથી=સૂત્રમાં નિદાનશ્રવણાદિમાં રહેલા ‘ગરિ' શબ્દથી તેવા પ્રકારની કૃતાદિની લિપ્સા, સ્વજનનો ઉપરોધઃસ્વજનનો આગ્રહ અને બળાત્કાર આદિ કારણોથી કેટલાકનીeગોવિંદવાચક, સુંદરીનંદ, આર્યસુહસ્તિથી દીક્ષિત ભિખારી, ભવદેવ, કોટકગણિ વગેરે કેટલાકની, પ્રવૃત્તિ માત્રનું પ્રવ્રજ્યામાં પ્રથમ તાત્વિક ઉપયોગશૂન્ય, કેવલ પ્રવૃત્તિનું જ, દર્શન હોવાથી શાસ્ત્રકારો વડે અવલોકન હોવાથી, ભાવથી પ્રવ્રયાનાં પ્રવૃત્તિકાલનાં સાધનો નિદાનશ્રવણાદિ ઘણાં છે એમ અવય છે. li૬૦/૪૨શા. ભાવાર્થ :
શક્તિસંચય થયા વગર સંયમ ગ્રહણ કરવાની ઉત્સુકતાથી સંયમમાં પ્રવૃત્તિનો કાળ પ્રાપ્ત થતો નથી, પરંતુ નિદાનશ્રવણાદિથી પ્રાપ્ત થાય છે. કેમ નિદાનશ્રવણાદિથી સંયમમાં પ્રવૃત્તિકાળની પ્રાપ્તિ થાય છે ? તે બતાવતાં કહે છે – કેટલાક જીવોને સંયમ પ્રત્યેનો પક્ષપાત થયો નથી, તેથી ભાવથી સંયમમાં ઉદ્યમ કરે તેવો સંયમમાં પ્રવૃત્તિકાળ પ્રાપ્ત થયો નથી. આમ છતાં કોઈક ઉપદેશક તેમની યોગ્યતાને જાણીને દેશનામાં કહે કે દાનાદિ ક્રિયાઓ ભોગાદિ ફળનું કારણ છે એમ સાંભળીને તેને વિચાર આવે કે શીલ દેવગતિનું કારણ છે માટે મારે સંયમ ગ્રહણ કરવું જોઈએ, તેથી તેવા જીવો તે ઉપદેશને સાંભળીને દેવગતિના ઉપાયરૂપે સંયમમાં ઉદ્યમ કરે ત્યારે પ્રવજ્યાના તાત્ત્વિક ઉપયોગશૂન્ય તેઓની પ્રવ્રજ્યામાં પ્રવૃત્તિ છે તોપણ પ્રવ્રજ્યા ગ્રહણ કર્યા પછી ગુણવાન ગુરુના પરતંત્રના બળથી શાસ્ત્રઅધ્યયન કરતાં કરતાં તાત્ત્વિક પ્રવ્રજ્યા પ્રત્યેના પક્ષપાતી તેઓ થાય છે, તેથી તાત્ત્વિક પ્રવ્રજ્યાના પ્રવૃત્તિકાળનું સાધન નિદાનશ્રવણાદિ છે.